6G technology/ 6G ટેક્નોલોજીમાં ભારતની મોટી છલાંગ,કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મામલે જાણો શું કહ્યું…

IT અને ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતીય વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને શિક્ષણવિદોએ 6G ટેક્નોલોજી માટે 100 પેટન્ટ મેળવી છે

Top Stories India
IT

6G technology IT :    IT અને ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતીય વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને શિક્ષણવિદોએ 6G ટેક્નોલોજી માટે 100 પેટન્ટ મેળવી છે. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઈન્ડિયા સ્ટાર્ટઅપ સમિટમાં બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપી નેટવર્ક સાથે 5જી ટેક્નોલોજીને લીપફ્રોગ કરી રહ્યું છે.

અશ્વિની વૈષ્ણવે વધુમાં (6G technology) જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ ખૂબ જટિલ છે. પરંતુ જટિલતા હોવા છતાં, અમારા વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને શિક્ષણવિદોએ મળીને 6G માં 100 થી વધુ પેટન્ટ્સ મેળવી છે. મંત્રીએ કહ્યું છે કે સરકારનો ટાર્ગેટ 31 માર્ચ, 2023 સુધીમાં 200 શહેરોમાં 5G નેટવર્ક પહોંચવાનો હતો, પરંતુ હવે તે 397 શહેરોમાં પહોંચી ગયો છે.

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા (6G technology,) 3.5 ટ્રિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે. તે ગવર્નન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસાયોમાં પરિવર્તન સાથે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. જ્યારે કોઈ દેશ કે અર્થવ્યવસ્થાને આ સ્તરે પહોંચવું હોય ત્યારે હજારો સિસ્ટમો બદલવાની જરૂર હોય છે, જેમાં ગવર્નન્સ સિસ્ટમ, લોજિસ્ટિક્સ સિસ્ટમ, બેંકિંગ સિસ્ટમ અને બિઝનેસ મેથડનો સમાવેશ થાય છે.

ભારતે અમેરિકામાં ટેલિકોમ ઉત્પાદનોની (6G technology) નિકાસ શરૂ કરી દીધી છે. છેલ્લા 7-8 મહિનામાં ભારતમાંથી અમેરિકા જેવા દેશોમાં રેડિયો સાધનોની નિકાસ શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં કર્મચારી અને જાહેર ફરિયાદ રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ પણ સામેલ થયા હતા. તેમણે કહ્યું કે આગામી 3-4 વર્ષમાં આપણી પાસે સમુદ્રી સ્ટાર્ટઅપ હશે. અમારી પાસે 7,500 લાંબો દરિયાકિનારો છે, જે અન્ય કોઈપણ દેશ કરતા લાંબો છે. મંત્રીએ કહ્યું કે ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી અને તેમને યોગ્ય દિશા આપવાની જરૂર છે

love marriage issue/લવ મેરેજમાં માતા-પિતાની સહીનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, ધારાસભ્યોએ કાયદા મંત્રી પાસે કરી આ માંગ