Not Set/ છેલ્લાં ચાર મહિનાનાં સૌથી ઉંચા સ્તરે પહોંચ્યો વ્હોલસેલ મોંઘવારી દર

વ્હોલસેલ (જથ્થાબંધ) પ્રાઈસ ઇન્ડેક્સ આધારિત ઇન્ફલેશન દર ઓક્ટોબર મહિનામાં ચાર મહિનાનાં સૌથી ઉચ્ચ સ્તર 5.28% પર પહોચી ગયો છે. ખાદ્ય પદાર્થોના ભાવ ઘટવા છતાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો થવાના કારણે આ મોંઘવારી દર સૌથી ઉચે પહોંચ્યો છે. ગયા મહીને સપ્ટેમ્બરમાં ઇન્ફલેશન રેટ 5.13% હતો જયારે ગયા વર્ષનાં ઓક્ટોબર મહિનામાં આ રેટ 3.68% હતો. બુધવારે સરકારે […]

Top Stories India Business
vegetable છેલ્લાં ચાર મહિનાનાં સૌથી ઉંચા સ્તરે પહોંચ્યો વ્હોલસેલ મોંઘવારી દર

વ્હોલસેલ (જથ્થાબંધ) પ્રાઈસ ઇન્ડેક્સ આધારિત ઇન્ફલેશન દર ઓક્ટોબર મહિનામાં ચાર મહિનાનાં સૌથી ઉચ્ચ સ્તર 5.28% પર પહોચી ગયો છે. ખાદ્ય પદાર્થોના ભાવ ઘટવા છતાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો થવાના કારણે આ મોંઘવારી દર સૌથી ઉચે પહોંચ્યો છે.

ગયા મહીને સપ્ટેમ્બરમાં ઇન્ફલેશન રેટ 5.13% હતો જયારે ગયા વર્ષનાં ઓક્ટોબર મહિનામાં આ રેટ 3.68% હતો.

બુધવારે સરકારે જાહેર કરેલાં આંકડા અનુસાર, ખાદ્ય પદાર્થોનાં ભાવમાં ઘટાડો થયો હતો. સપ્ટેમ્બર મહિનાનાં 0.21%ની સાપેક્ષે ઓક્ટોબરમાં 1.49% ઘટાડો જોવા મળ્યો છે. શાકભાજીનાં ભાવમાં પણ ઘટાડો થયો છે.

જયારે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સની મોંઘવારીનો દર ઓક્ટોબર મહિનામાં 4.22% વધીને 4.49% થયો છે. બટેટાનો મોંઘવારી દર ઓક્ટોબર મહિનામાં 80.13% વધીને 93.65% થયો છે. જયારે ડુંગળીનો મોંઘવારી દર -25.23%થી ઘટીને -31.69% પર રહ્યો છે.