Indigo Airlines/ મુંબઈથી ગુવાહાટી ઇન્ડિગો ફલાઈટ આ કારણોસર ઢાકામાં લેન્ડ કરવી પડી, ફલાઇટમાં સવાર નેતાએ પોસ્ટ શેર કરી

ઇન્ડિગોની મુંબઈથી ગુવાહાટી ફલાઈટ આ કારણોસર ઢાકામાં લેન્ડ કરવી પડી. ઇન્ડિગો ફલાઈટમાં કોંગ્રેસ નેતા મુસાફરી કરી રહ્યા છે. તેમણે પોસ્ટ શેર કરી માહિતી આપી.

Top Stories India
Mantay 25 1 મુંબઈથી ગુવાહાટી ઇન્ડિગો ફલાઈટ આ કારણોસર ઢાકામાં લેન્ડ કરવી પડી, ફલાઇટમાં સવાર નેતાએ પોસ્ટ શેર કરી

મુંબઈથી ગુવાહાટી જતી ઈન્ડિગોની ફ્લાઈટને શનિવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં લેન્ડ કરવાની ફરજ પડી હતી. તેની પાછળ ગાઢ ધુમ્મસ કારણભૂત હોવાનું કહેવાય છે. જેના કારણે આસામના ગુવાહાટી એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થઈ શકી ન હતી. બાદમાં ફ્લાઇટને આસામ શહેરથી 400 કિલોમીટરથી વધુ દૂર ઢાકા તરફ વાળવામાં આવી હતી.

1 1 1 મુંબઈથી ગુવાહાટી ઇન્ડિગો ફલાઈટ આ કારણોસર ઢાકામાં લેન્ડ કરવી પડી, ફલાઇટમાં સવાર નેતાએ પોસ્ટ શેર કરી

આ કારણોસર ફલાઈટ બદલ્યો ટ્રેક

આ અંગે ઈન્ડિગો એરલાઈન્સનું નિવેદન પણ આવ્યું છે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે, “ગુવાહાટી, આસામમાં પ્રતિકૂળ હવામાનને કારણે, મુંબઇથી ગુવાહાટી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 5319ને ઢાકા, બાંગ્લાદેશ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ઓપરેશનલ કારણોસર, બીજા ક્રૂ સભ્યોને ઢાકાથી ગુવાહાટીની ફ્લાઇટ ચલાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.” વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોને અપડેટ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે અને ફ્લાઈટમાં સવારમાં જ તેમને નાસ્તો આપવામાં આવ્યો છે.”

કોંગ્રેસ નેતા ફલાઈટમાં સવાર

આ પહેલા ઇમ્ફાલમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેવા જઈ રહેલા મુંબઈ યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સૂરજ સિંહ ઠાકુરે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ મુંબઈથી ગુવાહાટીની ફ્લાઈટમાં હતા, પરંતુ ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી.  તેમણે લખ્યું, “મેં મુંબઈથી ગુવાહાટી માટે ઈન્ડિગો 6E ફ્લાઈટ નંબર 6E 5319 લીધી. પરંતુ ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ ગુવાહાટીમાં લેન્ડ થઈ શકી નહીં. તેના બદલે તે ઢાકામાં લેન્ડ થઈ.” તેમણે કહ્યું કે વિમાનમાં સવાર તમામ મુસાફરોએ તેમના પાસપોર્ટ વિના આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી હતી.

કોંગ્રેસ નેતાએ લખ્યું કે મુસાફરો હજુ પણ પ્લેનની અંદર છે. તેણે બીજી પોસ્ટમાં લખ્યું, “હું અત્યારે 9 કલાકથી પ્લેનની અંદર અટવાયેલો છું. હું ભારત જોડો ન્યાય યાત્રા માટે મણિપુર (ઈમ્ફાલ)થી રવાના થયો છું. ચાલો જોઈએ કે હું ક્યારે ગુવાહાટી પહોંચું અને પછી ઈમ્ફાલ જઈશ.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: