ગોળીબાર/ થાઈલેન્ડની નર્સરીમાં અંધાધૂંધ ફાયરિંગ,22 બાળકો સહિત 37 લોકોના મોત

ચિલ્ડ્રન ડે કેર સેન્ટરમાં પૂર્વ પોલીસ કર્મચારીએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગની આ ઘટનામાં અત્યાર સુધીમાં 37 લોકોના મોતની માહિતી સામે આવી છે

Top Stories World
6 8 થાઈલેન્ડની નર્સરીમાં અંધાધૂંધ ફાયરિંગ,22 બાળકો સહિત 37 લોકોના મોત
  • થાઇલેન્ડમાં નર્સરીમાં બાળકો પર ફાયરિંગ
  • ઘટનામાં 37 લોકોના કરૂણ મોત
  • મૃતકોમાં 22 બાળકો,બે શિક્ષકો સામેલ
  • હુમલાખોર પોલીસકર્મીએ પણ કરી આત્મહત્યા
  • ડેર કે સ્કુલમાં ફાયરિંગની બની હતી ઘટના

ગુરુવારે ઉત્તરી થાઈલેન્ડ ગોળીબારના અવાજથી ધ્રૂજી ઊઠ્યું હતું. ચિલ્ડ્રન ડે કેર સેન્ટરમાં પૂર્વ પોલીસ કર્મચારીએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગની આ ઘટનામાં અત્યાર સુધીમાં 37 લોકોના મોતની માહિતી સામે આવી છે. જેમાં 22 બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ પ્રવક્તાએ આ માહિતી આપી છે. વધુમાં એમ પણ કહ્યું કે 37 લોકોને નિર્દયતાથી મારનાર વ્યક્તિએ પણ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

સુપરિન્ટેન્ડેન્ટ ચક્રફત વિચારવિદ્યએ થાઈ રથ ટીવીને જણાવ્યું હતું કે બંદૂકધારીને ગયા વર્ષે પોલીસ દળમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. તે જ સમયે, જિલ્લા અધિકારી જીડાપાએ જણાવ્યું હતું કે વ્યક્તિએ પહેલા આઠ મહિનાની ગર્ભવતી શિક્ષક સહિત ચાર-પાંચ કર્મચારીઓને ગોળી મારી હતી.

થાઈલેન્ડમાં સામૂહિક ગોળીબાર દુર્લભ છે. તેમ છતાં બંદૂકની માલિકીનો દર આ પ્રદેશમાં કેટલાક અન્ય દેશો કરતાં વધુ છે અને ગેરકાયદેસર હથિયારો સામાન્ય છે. 2020 માં, પ્રોપર્ટી ડીલ પર ગુસ્સે થયેલા સૈનિકે આવી જ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. તે સમયે ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા અને 57 ઘાયલ થયા હતા.