તબાહી/ ઈન્ડોનેશિયામાં ભૂકંપે મચાવી તબાહી, 8 લોકોનાં મોત, 300 થી વધુ ઇમારતોને નુકસાન

ઇન્ડોનેશિયાનાં મુખ્ય ટાપુ જાવામાં આવેલા મોટા ભૂકંપથી ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા છે અને 23 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપનાં કારણે 300 થી વધુ ઇમારતોને નુકસાન થયું છે.

World
mmata 17 ઈન્ડોનેશિયામાં ભૂકંપે મચાવી તબાહી, 8 લોકોનાં મોત, 300 થી વધુ ઇમારતોને નુકસાન

ઇન્ડોનેશિયાનાં મુખ્ય ટાપુ જાવામાં આવેલા મોટા ભૂકંપથી ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા છે અને 23 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપનાં કારણે 300 થી વધુ ઇમારતોને નુકસાન થયું છે. વળી આ ધરતીકંપનાં આંચકાઓ પર્યટન કેન્દ્ર બાલીમાં પણ અનુભવાયા હતા. જો કે સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ જણાવ્યું હતું કે, સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 6.0 માપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેનું કેન્દ્ર પૂર્વ જાવા પ્રાંતનાં મલંગ જિલ્લાનાં સુમ્બરપુકંગ શહેરથી 45 કિ.મી. દક્ષિણમાં 82 કિ.મી.ની ઉંડાઈ પર સ્થિત હતું.

રાહુલનો કટાક્ષ / રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું – આમ ખાના ઠીક થા, આમ જન કો તો છોડ દેતે!

ઇન્ડોનેશિયાનાં ધરતીકંપ અને સુનામી કેન્દ્રનાં વડા રહમત ત્રિયોનોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર સ્થિત હતું, પરંતુ તેના કંપનથી સુનામી ઉત્પન્ન થવાની સંભાવના નથી. તેમ હોવા છતાં, તેમણે લોકોને એવી ભૂમિ અથવા પથ્થરોની ઉંચાઇથી દૂર રહેવાની વિનંતી કરી, જ્યાં ભૂસ્ખલન થવાનું જોખમ છે. આ અઠવાડિયે ઇન્ડોનેશિયામાં આ બીજી જીવલેણ દુર્ઘટના હતી. આ પહેલા રવિવારે ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 174 લોકોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે 48 લોકો હજી લાપતા છે. વળી હજારો મકાનોને નુકસાન પહોંચ્યું હતું. ષ્ટ્રીય હોનારત બચાવ એજન્સીએ જણાવ્યું છે કે, શનિવારે પૂર્વ જાવાનાં લુમાજૈંગ જિલ્લામાં એક પથ્થરનાં પડવાથી મોટરસાયકલ સવાર મહિલાનું મોત નીપજ્યું હતું અને તેનો પતિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમણે કહ્યું કે, જિલ્લાનાં ડઝનેક મકાનોને નુકસાન પહોંચ્યું હતું અને બચાવકર્તાઓએ કાલી ઉલિંગ ગામમાં કાટમાળમાંથી બે મૃતદેહો બહાર કાઠ્યા હતા. લુમાજાંગ અને મલંગ જિલ્લાની સરહદ પરનાં વિસ્તારમાં બે લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. વળી મલંગમાં એક વ્યક્તિ કાટમાળમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ટેલિવિઝનનાં સમાચારોમાં પૂર્વ જાવા પ્રાંતનાં કેટલાક શહેરોમાં મોલ્સ અને ઇમારતોમાંથી લોકો ગભરાઈને ભાગી રહ્યા હોવાના દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા.

સાવધાન! / હવામાન વિભાગની ચેતવણી, દેશનાં આ રાજ્યોમાં પવન સાથે વરસાદની આગાહી

ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સીએ મલંગનાં પડોશી શહેર બ્લીતરમાં એક હોસ્પિટલની ક્ષતિગ્રસ્ત છત સહિતનાં કેટલાક મકાનો અને ઇમારતોને નુકસાન પહોંચાડતા વીડિયો અને ફોટોગ્રાફ્સ બહાર પાડ્યા છે. સત્તાવાળાઓ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી થતી જાનહાનિ અને નુકસાન વિશે સંપૂર્ણ માહિતી એકઠી કરી રહ્યા છે. ઇન્ડોનેશિયામાં ઘણીવાર ભૂકંપનાં આંચકા, જ્વાળામુખી ફાંટી નીકળવું અને સુનામીથી અસર થાય છે. ગત જાન્યુઆરીમાં પશ્ચિમ સુલાવેસી પ્રાંતનાં મામુઝુ અને માજિની જિલ્લામાં આવેલા 6.2 ની તીવ્રતાનાં ભૂકંપમાં ઓછામાં ઓછા 105 લોકો માર્યા ગયા હતા અને લગભગ 6,500 અન્ય લોકો ઘાયલ થયા હતા. વળી, આ જ કારણે 92,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ