Plane Crash/ ઇન્ડોનેશિયા ડાઇવર્સને ક્રેશ થયેલા વિમાનના ‘વોઇસ રેકોર્ડર’ ના ભાગો મળ્યા

ઇન્ડોનેશિયા ડાઇવર્સને ક્રેશ થયેલા વિમાનના ‘વોઇસ રેકોર્ડર’ ના ભાગો મળ્યા

Top Stories World
chhotu vasava 8 ઇન્ડોનેશિયા ડાઇવર્સને ક્રેશ થયેલા વિમાનના 'વોઇસ રેકોર્ડર' ના ભાગો મળ્યા

ઇન્ડોનેશિયામાં ગયા અઠવાડિયે જાવા સમુદ્રમાં વિમાન ક્રેશ થયા બાદ શુક્રવારે કાટમાળ અને શબની શોધમાં કેટલાક વધુ જવાનોને ઉમેરવામાં આવ્યા હતા અને ડાઇવર્સને ક્રેશ થયેલા વિમાનના ‘વોઇસ રેકોર્ડર’ ના ભાગો મળ્યા હતા. રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સીના મિશન કન્વીનર રાસમેને જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલા શ્રીવિજય એરના વિમાનની શોધ માટે હવાઈ સર્વેનો અવકાશ પણ વધારવામાં આવ્યો છે.

આશરે 4,132 જવાન વિમાનના કાટમાળ અને જાનહાનિની ​​શોધમાં રોકાયેલા છે. આ અભિયાન કુલ 14 વિમાન, 62 વહાણો અને 21 બોટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. મેટલ ડિટેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શબ અને ‘કોકપિટ વોઈસ રેકોર્ડર’ શોધવા માટે પણ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ‘કોકપિટ વોઇસ રેકોર્ડર’ ના ભાગો મળ્યા પછી ડાઇવર્સએ શોધ અવકાશ ઘટાડ્યો છે.

આંદોલન / ‘સત્તા પલ્ટો’ -દેશમાં થયેલા અસરકારક આંદોલનનો ઈતિ…

Political / ઉત્તર ગુજરાતમાં ભાજપનો નવો ચહેરોઃ મહેન્દ્ર પટેલ…

Political / અંગત સચિવની ઝડપી નિયુકિત નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા મા…

નૌકાદળના પ્રથમ ફ્લીટ કમાન્ડના કમાન્ડર અબ્દુલ રાશિદે શુક્રવારે કહ્યું કે, અમને કેસીંગ, બિકન અને સીવીઆર બેટરી મળી છે. અમે મેમરી એકમ શોધી રહ્યા છીએ. તેણે કહ્યું, “અમને આશા છે કે તે પણ બહુ દૂર હોય ” રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તા રૂસાદી હર્ટોનોએ જણાવ્યું હતું કે, અકસ્માત પર બેઠેલા 62 લોકોના પરિવારના ડીએનએ નમૂના મૃતકોને ઓળખવા માટે લેવામાં આવી રહ્યા છે.

ગુરુવારે અકસ્માતનો ભોગ બનેલા 12 લોકોની ઓળખ થઈ હતી. બીજી તરફ ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય પરિવહન સલામતી સમિતિએ જણાવ્યું છે કે ભારે વરસાદની વચ્ચે જકાર્તાથી ઉડાન ભર્યા બાદ વિમાનચાલક ક્રૂ સભ્યોએ દરિયામાં તૂટી પડતા પહેલા કટોકટીની સ્થિતિ જાહેર કરી ન હતી. સમિતિએ જણાવ્યું હતું કે સભ્યોએ કોઈપણ તકનીકી ભૂલ અંગે માહિતી આપી ન હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…