Not Set/ #INDvAUS : બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા : ૮/૦, ફિન્ચ – હેરિસ રમતમાં

મેલબર્ન, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. પહેલી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૭ વિકેટના નુકશાને ૪૪૩ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. આ પહેલા ઓપનર મયંક અગ્રવાલ અને હનુમા વિહારીએ ભારતની ઈનિંગનો પ્રારંભ […]

Top Stories Trending Sports
Cheteshwar Pujara 1 #INDvAUS : બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા : ૮/૦, ફિન્ચ - હેરિસ રમતમાં

મેલબર્ન,

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. પહેલી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૭ વિકેટના નુકશાને ૪૪૩ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. આ પહેલા ઓપનર મયંક અગ્રવાલ અને હનુમા વિહારીએ ભારતની ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. બંને ઓપનરોએ પ્રથમ વિકેટની ભાગીદારી માટે ૪૦ રન જોડ્યા હતા. હનુમા વિહારી ૮ રન, મયંક અગ્રવાલ પર્દાપણ ટેસ્ટમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારતા ૭૬ રન બનાવીને આઉટ થયા હતા.

જયારે ચેતેશ્વર પુજારાએ શાનદાર સદી ફટકારતા ૧૦૬ રન અને કેપ્ટન વિરાટ કોહલીએ ૮૨ રન બનાવ્યા હતા. જયારે મિડલ બેટ્સમેન રોહિત શર્મા ૬૩ રને અણનમ રહ્યો હતો.

જો કે ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં વિના કોઈ નુકશાને ૮ રન બનાવ્યા છે.