Not Set/ INDvsBAN 1st Test/ પહેલી ટેસ્ટમાં ભારતે મેળવી શાનદાર જીત, બાંગ્લાદેશને ઇનિગ્સ અને 130 રને હરાવ્યું

હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશને ઈનિંગ્સ અને 130 રનથી હરાવી દીધું હતું. આ જીત સાથે, યજમાનોએ શ્રેણીમાં 1-0 થી અજેય લીડ મેળવી લીધી છે. 1st Test. It's all over! India won by an innings and 130 runs https://t.co/uEC5ECnZYL #IndvBan @Paytm— BCCI (@BCCI) November 16, 2019 […]

Top Stories Sports
IND vs BAN INDvsBAN 1st Test/ પહેલી ટેસ્ટમાં ભારતે મેળવી શાનદાર જીત, બાંગ્લાદેશને ઇનિગ્સ અને 130 રને હરાવ્યું

હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશને ઈનિંગ્સ અને 130 રનથી હરાવી દીધું હતું. આ જીત સાથે, યજમાનોએ શ્રેણીમાં 1-0 થી અજેય લીડ મેળવી લીધી છે.

શનિવારે અહીં મેચના ત્રીજા દિવસે બાંગ્લાદેશની ટીમ તેની બીજી ઇનિંગમાં 213 રનમાં ઢેર થઇ ગઈ હતી. બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે છ વિકેટે 493 રન બનાવીને પ્રથમ ઇનિંગ્સ જાહેર કરી હતી. બીજી ઇનિંગ્સમાં મુશફિકુર રહીમે મુલાકાતી ટીમ તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે સાત ચોક્કાની મદદથી 150 બોલમાં 64 રન બનાવ્યા હતા. રહીમ સિવાય લિટન દાસે 35 અને મેહેદી હસન મિરાજે 38 રનનું યોગદાન આપ્યું હતું.

Image result for india vs bangladesh test

ભારત તરફથી બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિન અને ઉમેશ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે અનુભવી ઇશાંત શર્માએ એક વિકેટ લીધી હતી. જણાવી દઇએ કે, બીજી ટેસ્ટ મેચ કોલકાતામાં 22-26 નવેમ્બર સુધી રમાશે. આ ભારતની પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.