Not Set/ પેટ્રોલ પ્રતિ લિટર 100 રુપિયાને પાર થયું

દેશમાં સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો ઝીંકાયો છે. સરકારી ઑઈલ કંપનીઓએ પેટ્રોલમાં પ્રતિ લિટરે 30 પૈસા અને ડીઝલ પ્રતિ લિટરે 35 પૈસાનો વધારો કર્યો હતો.

Ahmedabad Gujarat
Untitled 152 પેટ્રોલ પ્રતિ લિટર 100 રુપિયાને પાર થયું

મોંઘવારીના માર વચ્ચે જનતાને વધુ એક બળબળતો ડામ લાગ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરીવાર ભડકો થયો છે. આ સાથે જ અમદાવાદમાં નોરતાના પ્રથમ દિવસે પેટ્રોલ 100 રુપિયા પ્રતિ લીટરને પાર પહોંચ્યું છે. ગઈ કાલે પેટ્રોલનો ભાવ 99.71 રુપિયા હતો. જે વધીને હવે 100.04 રુપિયા થયો છે. જ્યારે ડીઝલની કિંમત 98.92 રુપિયા પ્રતિ લીટર થઈ છે. ગાંધીનગરમાં પણ પેટ્રોલ 100 રુપિયાને પાર થઈ ગયું છે.

આ પણ વાંચો ;PM મોદીનાં શાસનને પૂર્ણ થયા 20 વર્ષ, જાણો ગુજરાતથી લઇને દેશનાં વિકાસ અંગેનાં મહત્વનાં નિર્ણય વિશે

 દેશમાં સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો ઝીંકાયો છે. સરકારી ઑઈલ કંપનીઓએ પેટ્રોલમાં પ્રતિ લિટરે 30 પૈસા અને ડીઝલ પ્રતિ લિટરે 35 પૈસાનો વધારો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઑઈલની કિંમતોમાં સામાન્ય ઘટાડો છતાં દેશમાં સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં મોંઘવારીનો બળબળતો ડામ ઝીંકી દેવાયો છે.

ગુજરાતના શહેરોની તો મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ આ પ્રમાણે છે. અમદાવાદમાં પેટ્રોલ-100.04 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.92 રુપિયા પ્રતિ લીટર, વડોદરામાં પેટ્રોલ 99.70 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.40 રુપિયા પ્રતિ લીટર, ગાંધીનગરમાં પેટ્રોલ 100.32 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 99.19 રુપિયા પ્રતિ લીટર, જામનગરમાં પેટ્રોલ 99.97 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.84 રુપિયા પ્રતિ લીટર, સુરેન્દ્રનગરમાં પેટ્રોલ 100.30 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.47 રુપિયા પ્રતિ લીટર, અમરેલીમાં પેટ્રોલ 100.82 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 99.78 રુપિયા પ્રતિ લીટર, રાજકોટમાં પેટ્રોલ 99.79 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 98.68 રુપિયા પ્રતિ લીટર, બોટાદમાં 101.30 રુપિયા પ્રતિ લીટર, ડીઝલ 100.15 રુપિયા પ્રતિ લીટર.

આ પણ વાંચો ; SBI બેંકનો કર્મચારી લાખો રૂપિયા ATM મશીનમાં નાખવાને બદલે ખીચ્ચામાં નાંખી રફુચક્કર