LPG Price hikes/ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ભડકો

દિવાળી પહેલા ફરી એકવાર 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે.

Top Stories Business
YouTube Thumbnail 2023 11 01T080153.912 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ભડકો

દિવાળી પહેલા ફરી એકવાર 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. 1 નવેમ્બરથી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 1833 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. આ પહેલા દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1,731.50 રૂપિયા હતી. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે 1 નવેમ્બરથી 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 102 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા બાદ હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1833 રૂપિયામાં મળશે.

OCL વેબસાઈટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, 1 નવેમ્બરથી દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,833 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જે પહેલા 1731.50 રૂપિયામાં ઉપલબ્ધ હતો. જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો મુંબઈમાં તેની કિંમત વધીને 1785.50 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1684 રૂપિયા હતી. જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1898 રૂપિયાથી વધારીને 1999.50 રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1839.50 રૂપિયાના બદલે 1943.00 રૂપિયામાં વેચાશે.

નોંધનીય છે કે, ગયા મહિને જ સરકારે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડર પર રાહત આપી હતી અને બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો હતો. હવે તેના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એક મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાથી વધુનો વધારો થયો છે. 1 ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં લગભગ 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ભડકો


આ પણ વાંચો: Diwali 2023/ આ વખતે દીપોત્સવ પર્વ પાંચ નહીં પરંતુ છ દિવસ ચાલશે, જાણો શું છે કારણ

આ પણ વાંચો: આજનું રાશિફળ/ નવેમ્બર મહિનો મકર સહીત આ રાશિના જાતકો માટે ફાયદાકારક ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

આ પણ વાંચો: પોલીસ પર હુમલો/ ઉત્તરપ્રદેશમાં બદમાશોએ કર્યો પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર, ત્રણ પોલીસકર્મી ઘાયલ