વૃક્ષારોપણ કાર્યક્રમ/ મંતવ્ય ન્યૂઝના 75 લાખ વૃક્ષારોપણ અભિયાનથી પ્રેરિત થઈને બોરતવાડા ખાતે કરાયું વૃક્ષારોપણ

મંતવ્ય ન્યુઝે 75 લાખ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવાની પહેલ ઉપાડી છે, આ અભિયાન  અંતર્ગત મંતવ્ય ન્યૂઝ દ્વારા બોરતવાડા ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું છે.

Gujarat
વૃક્ષારોપણ

મંતવ્ય ન્યૂઝની ટીમે ઉપાડેલી આ પહેલને પૂર્ણ કરવા માટે ટીમ કામે લાગી ગઈ હતી.મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા સામાજિક ઉદ્દાત હેતુથી પ્રેરણાઇને પાંચમી જૂનથી તે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે 75 લાખ વૃક્ષો વાવીને ઉછેરવાને કામગીરી હાથ ધરી  છે.

4 116 મંતવ્ય ન્યૂઝના 75 લાખ વૃક્ષારોપણ અભિયાનથી પ્રેરિત થઈને બોરતવાડા ખાતે કરાયું વૃક્ષારોપણ

આનાથી પ્રેરાઈને  હારીજ થી 4 કિમી દુર બોરતવાડા ગામમાં જય જલારામ સેવા સમિતિ તથા શ્રી જોગણી માતા મિત્ર મંડળ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું છે.

4 117 મંતવ્ય ન્યૂઝના 75 લાખ વૃક્ષારોપણ અભિયાનથી પ્રેરિત થઈને બોરતવાડા ખાતે કરાયું વૃક્ષારોપણ

જોગણીમાતા મંદિર પરિસર, હનુમાનજી મંદિર પરિસર તથા બોરતવાડા આશ્રમ અને ટીંબા હનુમાન મંદિર હારીજ ખાતે આ વૃક્ષારોપણ કરાયું છે.

4 118 મંતવ્ય ન્યૂઝના 75 લાખ વૃક્ષારોપણ અભિયાનથી પ્રેરિત થઈને બોરતવાડા ખાતે કરાયું વૃક્ષારોપણ

કુલ મળી 201 અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરાયું છે. બોરતવાડાના સેવાભાવી વિકલાંગ યુવાન હેમરાજ ચૌધરીએ મંતવ્ય ન્યૂઝના અભિયાનથી પ્રેરિત થઈ આશ્રમ ખાતે ૩૫ જેટલા વૃક્ષ વાવી પોતાની ફરજ નિભાવી હતી.

આ પણ વાંચોઃ પાયલોટ-ગેહલોત/ દૌસામાં રાજેશ પાયલોટનો ગેહલોત પર કટાક્ષઃ ‘દરેક ભૂલ સજા માંગે છે તેવું કોણે કહ્યું હતુ’

આ પણ વાંચોઃ IND Vs AUS WTC Final 2023/ Day-4: વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ જગાડી આશા, શું થશે ચમત્કાર? જીતવા માટે 280 રનની જરૂર

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોય 15 જૂને ગુજરાતના કાંઠા વિસ્તારો પર ટકરાશે, માંડવીને સૌથી વધુ અસર થવાની સંભાવના

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોય લેશે વિકરાળ સ્વરૂપ ,આ રાજ્યોમાં થશે મુશળધાર વરસાદ

આ પણ વાંચોઃ AI-Jobs/ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી હાલમાં નોકરીઓને જોખમ નહીંઃ ચંદ્રશેખર