Viral Video/ મેકઅપ કરવાને બદલે મેગી ખાવા લાગી આ દુલ્હન, દુલ્હા વિશે કહ્યું એવું કે….

આ ફની વીડિયોને માત્ર થોડા જ કલાકોમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો દ્વારા તેને પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

Videos
દુલ્હન

આજકાલ સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં આમાંથી કેટલાક વીડિયો એટલા રમુજી છે કે લોકો હસવાનું રોકી શકતા નથી.તો ઘણા વીડિયો એટલા ભાવુક છે કે તે જોઈને તમારી આંખમાં આંસુ આવી જાય છે. ત્યારે તાજેતરમાં લગ્નનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો તે દુલ્હનનો છે જે પોતાના લગ્નના દિવસે જ એવું કંઈક કરે છે કે, જેને જોઈને તમે તમારું હસવાનું બંધ નહીં કરી શકો. આ ફની વીડિયોને માત્ર થોડા જ કલાકોમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં નેટીઝન્સ દ્વારા તેને પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :આ યુવકે પેટ્રોલના ભાવ વધતાં કર્યો બાઇક સાથે આવો જુગાડ, બનાવી દીધી સાઇકલ

તમે આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન મેકઅપની વચ્ચે મેગી ખાવા લાગે છે. દરમિયાન, બેકગ્રાઉન્ડમાં, એક છોકરીને એમ કહેતી સાંભળી શકાય છે કે જાન આવની છે અને તું મેગી ખાઈ રહી છે. દુલ્હન જે જવાબ આપે છે તે સાંભળીને તમારું હસવું નહીં રોકાય.

Instagram will load in the frontend.

તેણી કહે છે કે દુલ્હો રાહ જોશે. આ સાંભળીને બધા હસવા લાગે છે. પૂછવા પર, કન્યા કહે છે કે તે અડધો અથવા એક કલાક લેશે. તેણી આગળ કહે છે કે તેમાં બે કલાક પણ લાગી શકે છે. ફરી એક વાર બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવ્યો, જલ્દી કરો, જાન આવવાની છે. દુલ્હન પણ હાથના ઈશારાથી ફરી કહે છે કે બે કલાક લાગશે.

આ પણ વાંચો :મમ્મીને દુલ્હન બનેલા જોઈને બાળકીએ આપી આવી પ્રતિક્રિયા, જોઈને તમે પણ થઈ જશો ઈમોશનલ

આ ફની વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર theshaadiswag નામના યુઝરે શેર કર્યો છે, જ્યાં લોકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો :લગ્નમાં જૂતા ચોરીની વિધિમાં છોકરાવાળાના ફાટ્યા કપડાં, નીકળ્યું લોહી, જુઓ આ ભયંકર વીડિયો

આ પણ વાંચો :ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતાં મહિલાનો પગ લપસ્યો, લેડી કોન્સ્ટેબલે આ રીતે બચાવ્યો જીવ

આ પણ વાંચો : છોકરીએ રસ્તા વચ્ચે છોકરાને કર્યું પ્રપોઝ, પછી જે થયું તમે વિશ્વાસ નહીં કરી શકો..