Not Set/ વાસણામાં ડ્રાઈવરને પગાર આપવાનાં બદલે શેઠે ઢોર માર માર્યો, પગમાં માર મારતા થયુ ફ્રેક્ચર

@ભાવેશ રાજપૂત,મંતવ્ય ન્યુઝ-અમદાવાદ અમદાવાદનાં વાસણા વિસ્તારમાં 36 વર્ષીય યુવકે પોતાના શેઠ સામે ફરિયાદ નોંધાવી છે.ભરતભાઈ ડાભી નામનાં યુવક ડ્રાઈવીંગની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.છેલ્લાં 5 મહિનાથી ચંદ્રનગરમા રહેતા રાજેશગીરી ગોસ્વામીનાં ત્યાં તેઓ માસીક 15 હજારના પગારે ડ્રાઈવીંગનાં કામે લાગ્યા હતા.જેમાં શેઠ રાજેશગીરીએ ભરત ડાભીને છેલ્લાં 3 મહિનાનો પગાર આપ્યો નહતોઅવારનવાર યુવકે પગાર માંગ્યા પછી […]

Ahmedabad Gujarat
rajesh goswami 1 વાસણામાં ડ્રાઈવરને પગાર આપવાનાં બદલે શેઠે ઢોર માર માર્યો, પગમાં માર મારતા થયુ ફ્રેક્ચર

@ભાવેશ રાજપૂત,મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

અમદાવાદનાં વાસણા વિસ્તારમાં 36 વર્ષીય યુવકે પોતાના શેઠ સામે ફરિયાદ નોંધાવી છે.ભરતભાઈ ડાભી નામનાં યુવક ડ્રાઈવીંગની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.છેલ્લાં 5 મહિનાથી ચંદ્રનગરમા રહેતા રાજેશગીરી ગોસ્વામીનાં ત્યાં તેઓ માસીક 15 હજારના પગારે ડ્રાઈવીંગનાં કામે લાગ્યા હતા.જેમાં શેઠ રાજેશગીરીએ ભરત ડાભીને છેલ્લાં 3 મહિનાનો પગાર આપ્યો નહતોઅવારનવાર યુવકે પગાર માંગ્યા પછી પણ શેઠે પગાર ન આપતા છેલ્લાં 10 દિવસથી નોકરી છોડી દિધી હતી.

BHARAT DABHI 2 વાસણામાં ડ્રાઈવરને પગાર આપવાનાં બદલે શેઠે ઢોર માર માર્યો, પગમાં માર મારતા થયુ ફ્રેક્ચર

સોમવારનાં રોજ યુવક અને તેનાં ભાઈના દિકરાને લઈને શેઠ રાજેશ ગોસ્વામીના ઘરે ગયો હતો..જે બાદ શેઠે ભરત ડાભીને પોતાના ઘરે પૈસા આપવા માટે બોલાવ્યો હતો..યુવક શેઠનાં ઘરે ગયો ત્યારે રાજેશભાઈ તેમજ તેનો દિકરો તુષાર ફ્લેટ નીચે મળવા આવ્યા હતા..ભરત ડાભીએ પૈસા માંગતા શેઠે તેને “અત્યારે પૈસા નથી કાલે આપી દઈશ તુ નોકરી ચાલુ કરી દે” તેવુ જણાવ્યુ હતુ..જેથી યુવકે નોકરી કરવાની ના પાડતા પગારનાં પૈસા હાલ જ જોઈયે તેવુ કહેતા શેઠ રાજેશ ગોસ્વામી ઉશ્કેરાયા હતા અને ઉભો રે તને પૈસા આપુ છુ તેમ કહીને નજીકમાં પડેલો પાવડાનો હાથો લઈ ભરત ડાભીનાં માથે માર્યો હતો..બીજો ફટકો યુવકનાં પગ પર માર્યો હતો..યુવતે બુમાબુમ કરતા લોકો ભેગા થતા શેઠનાં પત્નિ આવ્યા હતા અને મારમાંથી છોડાવ્યો હતો..જે બાદ યુવત સારવાર માટે હોસ્પિટલ જતા તેને ડાબા પગમાં ફ્રેક્ચર હોવાનું તબીબે જણાવ્યુ હતુ..જેથી ભરત ડાભીએ આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં શેઠ અને તેનાં દિકરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

BHARAT DABHI 1 વાસણામાં ડ્રાઈવરને પગાર આપવાનાં બદલે શેઠે ઢોર માર માર્યો, પગમાં માર મારતા થયુ ફ્રેક્ચર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ