ભરૂચ/ અંકલેશ્વરની આ સરકારી શાળામાં બાળકોને ભણાવવાના બદલે કરાવાય છે સાફ સફાઈ

અંકલેશ્વરની જીતાલી પ્રાથમિક શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે કચરો સાફ કરાવતા નજરે પડ્યા. બાળકોને શિક્ષણ આપવાના બદલે સફાઈ કામગીરી કરાવી.

Gujarat Others
શાળામાં બાળકોને

ગુજરાતના બાળકોને શિક્ષા મળી રહે તે માટે સરકાર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાળકોના વાલીઓ પણ તેમનું બાળક ભણીગણીને સારી નોકરી કરીને પોતાની જીંદગી સુધારે તેવા આશયથી બાળકોને શાળાએ ભણવા માટે મોકલતા હોય છે પરંતુ શાળામાં બાળકોને શિક્ષણની જગ્યા પર સફાઈનું કામ આપવામાં આવે તો બાળકો કેવી રીતેસારો અભ્યાસ કરીને સારી નોકરી મેળવી શકશે.

અંકલેશ્વરની જીતાલી પ્રાથમિક શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે કચરો સાફ કરાવતા નજરે પડ્યા. બાળકોને શિક્ષણ આપવાના બદલે સફાઈ કામગીરી કરાવી. વિદ્યાર્થીઓ મોડા પડ્યા તો શિક્ષકે શાળા સફાઈ કરવાની સજા ફટકારી હતી. 500 થી વધુ બાળકોની સંખ્યા ધરાવતી જીતાલી પ્રાથમિક શાળામાં સફાઈ કામદાર હોવા છતાં શાળા દ્વારા કાયદો બનાવી શાળામાં બાળકોને ભણાવવાના બદલે તેમની પાસે સફાઈ કરવામાં આવી રહી છે. શાળામાં ભરાયેલા વરસાદી પાણી તેમજ કચરાને બાળકો સફાઈ કરી ઉઠાવતા નજરે પડ્યા હતા.

આ અંગે શાળાના આચાર્યએ કહ્યું કે, વિદ્યાર્થીઓ મોડા આવ્યાં હોવાથી શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે સફાઇ કરાવવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીઓએ આચાર્યની પોલ ખોલતાં જણાવ્યું હતું કે, સફાઇ કામ માટે અમારા વારા બાંધવામાં આવ્યાં છે.

આ પણ વાંચો:માંગરોળનાં વાંકલ કસ્તુરબા કન્યા છાત્રાલયમાં ટ્રક ઘૂસ્યો’ : મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકનો ગળે ફાંસો ખાઈ આપઘાત

આ પણ વાંચો:આ ગામમાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો જાણે છે ગ્રામજનો

આ પણ વાંચો:  ફતેપુરાનાં ભીચોર મહુડા ફળીયા પ્રાથમિક શાળામાં પીવાનું પાણી જ નથી