Not Set/ કચ્છની દરિયાઇ સીમા પર સુરક્ષા એજન્સીનું સઘન પેટ્રોલીંગ, ટાપુઓ પર પણ કર્યું ચેકીંગ

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત ગુજરાતનો દરિયાકાંઠો ધૂષણખોરી માટે સાનુકુળ નજર હતી કે દુર્ધટના ઘટી જેવી હાલની સ્થિતિ કચ્છ દરિયાઈ સીમામાં પોલીસનું સઘન પેટ્રોલિંગ SPએ દરિયાઈ સીમાનું નિરીક્ષણ કર્યું અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની આશંકના પગલે ગુજરાતભરનાં બંદરો અને દરિયા કિનારાનાં તમામ વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી બે દિવસમાં ભારે […]

Top Stories Gujarat Others
kutch કચ્છની દરિયાઇ સીમા પર સુરક્ષા એજન્સીનું સઘન પેટ્રોલીંગ, ટાપુઓ પર પણ કર્યું ચેકીંગ
  • અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત
  • ગુજરાતનો દરિયાકાંઠો ધૂષણખોરી માટે સાનુકુળ
  • નજર હતી કે દુર્ધટના ઘટી જેવી હાલની સ્થિતિ
  • કચ્છ દરિયાઈ સીમામાં પોલીસનું સઘન પેટ્રોલિંગ
  • SPએ દરિયાઈ સીમાનું નિરીક્ષણ કર્યું

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની આશંકના પગલે ગુજરાતભરનાં બંદરો અને દરિયા કિનારાનાં તમામ વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી બે દિવસમાં ભારે પવન ફૂંકાશે અને દરિયો તોફાની બની રહેશે. લગભગ તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અને સરકાર દ્વારા સાગર ખેડૂને માછીમારીથી દુર રહેવા માટે પણ સૂચના આપી છે.

ગુજરાતનાં દરિયા કિનારે સરકાર દ્વારા બેવડી કાળજી રાખવામાં આવી રહી છે. ગુજરાતનો 1600 કી.મી લાંબો દરિયાકાંઠો અતી સંવેનશીલ ગણવામાં આવે છે. અને જ્યારે પાકિસ્તાન પ્રેરીત આતંકીઓનો ભારતમાં ધૂષણખોરી કરવાનો મોટો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે ગુજરાતનાં દરિયા પર ચાપતી નજર અતિ આવશ્યક ગણવામાં આવે છે.

ગુજરાતનાં દરિયાકાંઠામાં પણ સૌથી વધુ ધૂષણખોરી માટે કંપાયેલો પ્રદેશ છે કચ્છ. નજર હતી કે દુર્ધટના ઘટી જેવી હાલની સ્થિતિને કારણે આમ તો કચ્છ અને ખાસ કરીને સીરી ક્રિક અને હરામી નાળા વિસ્તારોમાં ચાપતી નજર હોય જ છે, પરંતુ જ્યારે પણ હવામાન પલટાય ત્યારે કચ્છ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે અને આજ રુટીનનાં ભાગ રૂપે કચ્છ દરિયાઈ સીમામાં પોલીસનું સઘન પેટ્રોલિંગ યોજવામાં આવી રહ્યું છે. પશ્ચિમ કચ્છનાં SPએ દરિયાઈ સીમાનું નિરીક્ષણ કર્યું હતું. સંવેદનશીલ દરિયાઈ ટાપુઓની SP દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. શેખરણપીર, હેતલ , મોટાપીર, બગથરો સહિત લુણા ટાપુ પર નિરીક્ષણ કરી SP અને સુરક્ષા એજન્સી દ્વારા સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન