ગવર્નર શક્તિકાંત દાસ/ વિકાસદરમાં સ્થિરતા આવે ત્યાં સુધી વ્યાજદર ઓછા રહેશે

મોદી સરકારે આર્થિક મદદ સાથે માળખાગત સુધારાઓ ઉપર પણ ભાર મુક્યો..તેનાથી નવી તકો ઉભી થવાની સાથે-સાથે અર્થવ્યવસ્થાને મજબુતી મળી

Business
Untitled 307 વિકાસદરમાં સ્થિરતા આવે ત્યાં સુધી વ્યાજદર ઓછા રહેશે

મોંઘવારીના દબાણમાં વ્યાજદર વધારવાની ચર્ચાઓ પર વિરામ લગાવતા આરબીઆઇ ગવર્નવર શક્તિકાંત દાસે મૌદ્રિક નીતિઓ પર નરમ વલણ અપનાવી રાખવાનો ભરોસો આપ્યો. આઇએમએફ અને વિશ્વબેંક સાથે વાર્ષિક બેઠકમાં તેમણે કહ્યું કે વિકાસદરમાં સ્થિરતા આવે ત્યાં સુધી વ્યાજદરો ઓછા રહેશે. શક્તિકાંત દાસે દાવો કર્યો કે અર્થવ્યવસ્થા હવે કોરોનાના દબાણથી મહ્દ અંશે બહાર આવી ચૂકી છે. અને સ્થિતિ ઝડપથી સુધરી રહી છે.. આમ છતા પણ અનેક ક્ષેત્રોમાં હજુ અનિશ્ચિતતાના વાદળો મંડરાઇ રહ્યા છે. એવામાં મૌદ્રિક નીતિઓ પર નરમ વલણ આગળ પણ યથાવત રાખવાની જરૂર છે. શક્તિકાંત દાસે વધતી જતી મોંઘવારી પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે અમે તેના પર ખુબજ બારીક રીતે નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો ;વિવાદ / હોસ્પિટલમાં સૂતેલા મનમોહન સિંહને જોઈને ગુસ્સે થઈ દીકરી, કહ્યું – મારા પેરન્ટ ઝૂના જાનવર નથી….
આઇએમએફ અને વિશ્વબેંક સાથેની વાર્ષિક બેઠકમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે મહામારીના દબાણમાં પણ ભારત સરકારે અનેક સુધારાવાદી નિર્ણયોથી સતત વિકાસની આધારશીલતા રાખી છે.તેમણે કહ્યું કે મોદી સરકારે આર્થિક મદદ સાથે માળખાગત સુધારાઓ ઉપર પણ ભાર મુક્યો..તેનાથી નવી તકો ઉભી થવાની સાથે-સાથે અર્થવ્યવસ્થાને મજબુતી મળી અને આપણે ઝડપથી સુધારાના માર્ગ પર આવ્યા.. તેમણે વધુમાં કહ્યું કે ભારતે કોરોના સામે લડવામાં દુનિયાભરની મદદ કરી અને 95 દેશોને 6.63 કરોડ વેક્સિનના ડોઝ નિકાસ કર્યા.

આ પણ વાંચો ;મોટા સમાચાર / શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સામે નોંધાવી FIR, લગાવ્યા આ ગંભીર આરોપ