Maharashtra/ મહારાષ્ટ્ર સરકારમાં આંતરિક વિવાદ, કોંગ્રેસના 25 ધારાસભ્યએ અઘાડી સરકાર વિરુદ્ધ ખોલ્યો મોરચો

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની ગઠબંધન સરકાર ચાલી રહી છે.

Top Stories India
uddhav thakre

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની ગઠબંધન સરકાર ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરે આ સરકારના વડા છે. ત્યારે હવે મહારાષ્ટ્રના આ ત્રણેય રાજકીય પક્ષો વચ્ચે વિવાદના અહેવાલો સામે આની રહ્યા છે.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઓછામાં ઓછા 25 ધારાસભ્યોએ મહા વિકાસ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે કોંગ્રેસના મંત્રીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાનો સમય માગ્યો છે. તેમનો આરોપ છે કે તેમની જ પાર્ટીના મંત્રીઓ તેમના પ્રશ્વોનો જવાબ આપતા નથી. ધારાસભ્યોએ એક પત્રમાં સોનિયા ગાંધીને આ મામલે દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.

એક અહેવાલ મુજબ, કેટલાક ધારાસભ્યોએ કહ્યું છે કે MVAના મંત્રીઓ, ખાસ કરીને કોંગ્રેસના મંત્રીઓ તેમની વાત સાંભળી રહ્યા નથી. કોંગ્રેસ નેતાએ જણાવ્યુ કે,”જો મંત્રીઓ તેમના મતવિસ્તારમાં કાર્યને અમલમાં મૂકવા માટે ધારાસભ્યોની વિનંતીને અવગણશે, તો પક્ષ ચૂંટણીમાં કેવી રીતે સારો દેખાવ કરશે ?

ધારાસભ્યોએ કહ્યું કે તેઓને ગયા અઠવાડિયે જ ખબર પડી કે દરેક કોંગ્રેસ મંત્રીને તેમના મુદ્દાઓને યોગ્ય રીતે ઉકેલવા માટે ત્રણ પક્ષના ધારાસભ્યોને સોંપવામાં આવ્યા હતા. કોંગ્રેસના અન્ય ધારાસભ્યએ કહ્યું, “અમને તાજેતરમાં ખબર પડી કે એચ.કે. પાટીલે એક બેઠક યોજી હતી,જેમાં કોંગ્રેસના મંત્રીઓને ત્રણ-ત્રણ ધારાસભ્યો ફાળવવામાં આવ્યા હતા. દેખીતી રીતે આ MVA સરકારની રચનાના થોડા મહિના પછી કરવામાં આવ્યુ. પરંતુ અમને તેની જાણ માત્ર 2.5 વર્ષ પછી થઈ હતી. હજુ પણ કોઈ જાણતું નથી કે કયો મંત્રી અમારી સાથે જોડાયેલો છે.

કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ કહ્યું કે, પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીથી પાછળ રહી ગઈ છે કારણ કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નિયમિતપણે NCP ધારાસભ્યોને મળે છે, ભંડોળ ફાળવે છે અને તેમની ફરિયાદો સાંભળે છે. કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ છે કે એનસીપીના મંત્રાલયોને વધુ પૈસા ફાળવવામાં આવ્યા. જો વસ્તુઓ એવી જ રહી તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અન્ય રાજ્યોની જેમ હાંસિયામાં ધકેલાઈ જશે તેમ કોંગ્રેસ ધારાસભ્યોનુ માનવુ છે.

આ પણ વાંચો: દિલ્હીમાં 1 એપ્રિલથી બદલાશે ટ્રાફિક નિયમો, બસ ચાલકોએ પણ ભરવો પડશે દંડ

આ પણ વાંચો:ભરૂચની લેબર કચેરીમાં લાખો રૂપિયાનું કૌભાંડ, પટાવાળો બેંકના ચલણમાં જાતે જ સિક્કા મારતો