New Delhi/ સોમાલિયાના લૂંટારાઓએ ‘MV લીલા નોરફોક’નું કર્યું અપહરણ, જાણો કઈ રીતે માર્કોસ કમાન્ડોએ લોકોને બચાવ્યા…

માર્કોસ કમાંડોએ ફરી એકવાર બહાદુરી બતાવી ભારતીય નૌકા દળના જહાજ પર સવાર તમામ 21 ક્રૂને જહાજમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

India
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 01 06T201835.302 સોમાલિયાના લૂંટારાઓએ ‘MV લીલા નોરફોક’નું કર્યું અપહરણ, જાણો કઈ રીતે માર્કોસ કમાન્ડોએ લોકોને બચાવ્યા...

New Delhi: માર્કોસ કમાંડોએ ફરી એકવાર બહાદુરી બતાવી ભારતીય નૌકા દળના જહાજ પર સવાર તમામ 21 ક્રૂને જહાજમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સોમાલિયા નજીક ‘MV લીલા નોરફોક’ નામના કોમર્શિયલ જહાજને ગુરૂવારે હાઈજેક કરવામાં આવ્યું હતું. બાદમાં નૌકાળના મરીન કમાન્ડોએ હાઈજેકર્સને ઠાર કર્યા છે.

ભારતીય નૌકાદળના મરીન કમાન્ડોને માહિતી મળી હતી. કે જહાજ ‘MV લીલા નોરફોક’માં હથિયારી 5 થી 6 લોકો સવાર છે જેમના વિશે કોઈ જાણકારી નથી. આ માહિતીની પુષ્ટિ કરવા વૉરશિપ, દરિયાઈ એરક્રાફ્ટ P-8 અને પ્રિડેટર MQ 9 B ડ્રોનને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. INS ચેન્નાઈએ શુક્રવાર બપોરે 315 વાગ્યે અરબ સાગરમાં સોમાલિયાના તટે વૉરશિપ તૈનાત કરી દીધી હતી. અને કમાન્ડોએ ક્ષણનો લાભ ઉઠાવી જહાજમાંથી 21 ક્રૂ ને સલામત રીતે બહાર કાઢ્યા હતા. જેમાં 15 ભારતીયો હાજર હતા.

અગાઉ પણ જહાજને ભારતીય નેવીએ બચાવ્યું હતું

અરબ સાગરના દક્ષિણમાં આવેલા સોમાલિયાના તટે જહાજનું અપહરણ થવાની ઘટના પહેલા પણ બની ચૂકી છે. તાજેતરમાં જ, સોમાલિયન સમુદ્રી લૂંટારાઓએઅરબ સાગરમાં માલ્ટાનું જહાજ જે તુર્કીયે થી કોરિયા જઈ રહ્યું હતુ ત્યારે લૂંટારાઓએ હૂમલો કરી જહાજનું અપહરણ કર્યું હતું. આ ઘટનાને લઈ ભારતીય નૌકાદળ સચેત થઈ ગયું હતું.

4 જાન્યુઆરીએ યુકે મેરિટાઈમ ટ્રેડ ઓપરેશન્સએ એક અહેવાલ આપ્યો હતો કે લાઈબેરિયન ધ્વજવાળું કાર્ગો જહાજ દ્વારા ‘MV લીલા નોરફોક’નું અપહરણ કરવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: