Not Set/ ઇન્ડોનેશિયાના મુખ્ય જાવા દ્વિપ પર 6.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ

રાજધાની જકાર્તામાં લોકોમાં ભયનો માહોલ છે. ઇન્ડોનેશિયાના મુખ્ય જાવા દ્વિપ પર 6.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. અધિકારીઓએ ઇન્ડોનેશિયાના જાવા દ્વિપની આસપાસ સુનામી એલર્ટ જાહેર કર્યુ છે. ભૂકંપમાં બેનાં મોત થયા છે. ભૂકંપમાં અંદાજિત 40 મકાનો પડી ગયા છે અને 65 જેટલાં મકાનોને ભારે નુકસાન થયું છે. ભૂકંપ બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા.જયારે […]

World
earthquake ઇન્ડોનેશિયાના મુખ્ય જાવા દ્વિપ પર 6.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ

રાજધાની જકાર્તામાં લોકોમાં ભયનો માહોલ છે. ઇન્ડોનેશિયાના મુખ્ય જાવા દ્વિપ પર 6.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. અધિકારીઓએ ઇન્ડોનેશિયાના જાવા દ્વિપની આસપાસ સુનામી એલર્ટ જાહેર કર્યુ છે. ભૂકંપમાં બેનાં મોત થયા છે. ભૂકંપમાં અંદાજિત 40 મકાનો પડી ગયા છે અને 65 જેટલાં મકાનોને ભારે નુકસાન થયું છે.

ભૂકંપ બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા.જયારે 5 લોકો ઘાયલ થયા છે ભૂકંપના આંચકા ગઇકાલે રાજધાનીથી અંદાજિત 300 કિલોમીટર તટ વિસ્તારમાં અનુભવાયા. નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા સુતોપો પૂર્વો નુગ્રોહોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ જાવાના કિયામિસ ક્ષેત્રમાં ધ્વસ્ત થયેલા મકાનના કાટમાળમાં ફસાયેલા 62 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે.

અધિકારીઓ ભૂકંપથી થયેલા નુકસાનનો અંદાજ લગાવી રહ્યા છે. ભૂકંપ ગઇકાલે સ્થાનિક સમયાનુસાર અડધી રાત પહેલા આવ્યો હતો.અમેરિકન જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર તટ વિસ્તારના શહેર કિપાતુજાહથી પૂર્વ દક્ષિણ પૂર્વમાં જમીનથી 91 કિલોમીટરના ઉંડાણમાં છે.

તટ વિસ્તારના શહેર કિલાકેપમાં સુનામીના ડરથી લોકો ઘરોની બહાર નિકળી ગયા છે. ઇન્ડોનેશિયાના જાવા વિસ્તારના કોસ્ટલ એરિયામાં સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.