Not Set/ મેક્સિકોમાં આવ્યો વિનાશકારી ભૂકંપ, ૧૫૦ લોકોના મોત

મેક્સિકોમાં મંગળવારે મોડી રાત્રે વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૧ નોધાઇ હતી. આ વિનાશકારી ભૂકંપના કારણે ૧૫૦થી વધુ લોકોના મોત થવાની સંભાવના છે, જયારે આંકડો હજી પણ વધી શકે છે. છેલ્લા ૧૨ દિવસમાં મેક્સિકોમાં આ બીજો ભૂકંપ છે. અમેરિકાનાં ભૂગર્ભ ખાતાના સર્વે અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર મેક્સિકો સીટીથી લગભગ ૧૨૦ કિલોમીટર દૂર […]

World
Earthquake Hits Guadalajara Mexico Emergency Services News 2016 Online મેક્સિકોમાં આવ્યો વિનાશકારી ભૂકંપ, ૧૫૦ લોકોના મોત

મેક્સિકોમાં મંગળવારે મોડી રાત્રે વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૧ નોધાઇ હતી. આ વિનાશકારી ભૂકંપના કારણે ૧૫૦થી વધુ લોકોના મોત થવાની સંભાવના છે, જયારે આંકડો હજી પણ વધી શકે છે. છેલ્લા ૧૨ દિવસમાં મેક્સિકોમાં આ બીજો ભૂકંપ છે. અમેરિકાનાં ભૂગર્ભ ખાતાના સર્વે અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર મેક્સિકો સીટીથી લગભગ ૧૨૦ કિલોમીટર દૂર પુએબ્લામાં હતું.

download 33 1 મેક્સિકોમાં આવ્યો વિનાશકારી ભૂકંપ, ૧૫૦ લોકોના મોત

મેક્સિકો સિટીના મેયર મેગુએલ મેન્સેરાના જણાવ્યા અનુસાર, ભૂકંપથી ખૂબ વધારે નુકસાન થયું છે. માત્ર રાજ્યમાં જ ૪૪ બિલ્ડિંગો પડી છે. ભૂકંપના કારણે હજારો લોકો રસ્તા પર આવી ગયા છે. ખૂબ ઝડપથી રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. અનેક લોકો કાટમાળામાં દબાયા હોવાની આશંકા છે.

download 31 1 મેક્સિકોમાં આવ્યો વિનાશકારી ભૂકંપ, ૧૫૦ લોકોના મોત        download 32 1 મેક્સિકોમાં આવ્યો વિનાશકારી ભૂકંપ, ૧૫૦ લોકોના મોત

મહત્વનું છે કે, મેક્સિકોમાં ૩૨ વર્ષ પહેલાં જ ૧૯૮૫ માં આ જ દિવસે ભૂકંપ આવ્યો હતો. તેમાં પણ હજારો લોકોના મૃત્યુ થયા હતા. તેના બે સપ્તાહ પછી આવેલા વધુ એક તાકાતવર ભૂકંપમાં અન્ય ૯૦ લોકોના જીવ ગયા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિએ આ વિષે દુ:ખ વ્યક્ત કરીને ટ્વિટ દ્વારા જણાવ્યું , અમે તમારી સાથે છીએ અને હંમેશા રહીશું.