અફઘાનિસ્તાન/ આતંકી મસૂદ અઝહર અને તાલિબાની નેતા અબ્દુલ ગની બરાદર વચ્ચે આવા છે સંબંધો

તાલિબાનના વડા અબ્દુલ ગની બરાદર અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે મુશ્કેલીના સમયમાં એકબીજાને મદદ કરી છે. બંને વચ્ચે કેટલીક સામ્યતાઓ પણ છે.

Top Stories World
આતંકી મસૂદ અઝહર અને તાલિબાની નેતા અબ્દુલ ગની બરાદર

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ફરી એકવાર તાલિબાનની રાજકીય પાંખના વડા અબ્દુલ ગની બરાદર સાથેના સંબંધોણો દુરપયોગ કરી રહ્યું છે. જૈશના વડા મસૂદ અઝહર અને અબ્દુલ ગની બરાદર બંને દેવબંદી છે અને બંનેએ મુશ્કેલીના સમયમાં એકબીજાને મદદ કરી છે. મસૂદ અઝહરની મુક્તિ હોય અથવા બરાદરનું  ફરાર બંને કિસ્સામાં બંને એ એક બીજાની મદદ કરી હતી. હવે મસૂદ અને ISI તાલિબાનના ટોચના કમાન્ડરોને મળ્યા અને તેમની સાથે ભવિષ્યના ષડયંત્રની ચર્ચા કરી અને આ દરમિયાન ISI એ તહરીક-એ-તાલિબાનનું ગાણું પણ ગયું હતું. એવું માનવામાં આવે છે કે તાલિબાન સરકારની રચના બાદ જૈશ તમામ આતંકવાદી સંગઠનોમાં સૌથી શક્તિશાળી બની જશે, જે ભારત માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

અબ્દુલ ગની બરાદર, જે તાલિબાનના રાજકીય વડા પણ છે અને એક વખત તેની આર્થિક બાબતોના પ્રભારી અને લશ્કરી યોજનાઓના વડા પણ રહી ચૂક્યા છે, જે અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ તરીકે ઉભરી આવ્યા છે. તાલિબાનમાં નંબર બે તરીકે ઓળખાતા બરાદરને વિષે એવું કહેવાય છે કે તે કબીલા પ્રથા હેઠળ પોતાના કામોણે અંજામ આપે છે. અને આ માટે તે પોતાના લોકો માટે કંઈ પણ કરવા તૈયાર છે. કુખ્યાત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર આ બરાદરને પ્રિય છે. ભારતના કાશ્મીરમાં ધરપકડ કરાયેલા મસૂદ અઝહરની મુક્તિ માટે ભારતીય પ્લેન IC 814 ને હાઇજેક કરવામાં આવ્યું હતું. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, અબ્દુલ ગની બરાદર અને જૈશના વડા મસૂદ અઝહર વચ્ચે ઘણી સમાનતા છે. આ જ કારણ છે કે તે બંને એકબીજાને ખૂબ જ પસંદ કરે છે અને તેથી જ એવું કહેવામાં આવી રહ્યું છે કે જૈશ હવે ફરીથી તેમના સંબંધોને કેશ કરશે.

ગુપ્તચર દસ્તાવેજોમાં નોંધાયેલા રેકોર્ડ મુજબ, અબ્દુલ ગની બરાદર અને મસૂદ અઝહર બંનેનો જન્મ 1968 માં થયો હતો. બંને દેવબંદી છે. મસૂદ અઝહરની મુક્તિ સમયે બરાદરે ભારતીય પ્લેન IC 814 ને કંદહારમાં ઉતારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2009 થી, જ્યારે બરાદરને યુએસ એજન્સીઓના ડરથી ફરાર થવું પડ્યું, ત્યારે મસૂદ અઝહરે તેને પાકિસ્તાનના નૂરિયાબાદ એસ્ટેટમાં સ્થિત મદરેસા ખુદ્દમુલ કુરાનમાં આશરો આપ્યો હતો. અને જગ જાહેર છે કે ફેબ્રુઆરી 2010 માં તેની અહીંથી ધરપકડ પણ કરવામાં આવી હતી. ધરપકડ બાદ જૈશે ISI પર દબાણ લાવ્યું હતું કે બરાદરને અફઘાનિસ્તાન મોકલવામાં ન આવે કે અમેરિકાને સોંપવામાં ન આવે. આઠ વર્ષ સુધી ISI ની કસ્ટડીમાં રહ્યા બાદ વર્ષ 2018 માં બરાદરને મુક્ત કરવામાં આવ્યો હતો.

ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, ISI ની એક ટોચની ટીમ તાજેતરમાં જ બરાદર અને તેના કમાન્ડરોને મળી હતી અને આ ટીમમાં ISI ના અધિકારીઓ પણ સામેલ હતા જેમણે CIA ની સાથે બરાદરની પૂછપરછ કરી હતી. ISI એ બરાદર પર આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન પર લગામ લગાવવા દબાણ કર્યું છે કારણ કે તે પોતાને તાલિબાનનો એક ભાગ માને છે અને અફઘાનિસ્તાનમાં તેમની સરકાર બન્યા બાદ તેમના હુમલા વધી શકે છે.

જો સૂત્રોની વાત માનીએ તો, જૈશના વડા મસૂદ અઝહરે પણ બરદારની સામે ISI નો પક્ષ લીધો હતો અને તેને બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે ISI એ તેની ધરપકડ વખતે ઘણી મદદ કરી હતી એટલે કે અહીં પણ જૈશના સંબંધો મજબુત છે. એક તરફ, જ્યારે ISI મસૂદ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને બાયપાસ કરવાનું ચાલુ રાખશે, ત્યારે મસૂદ આનો લાભ લઈ તેના નેટવર્ક ણે વધુ મજબુત કરી શકશે.

જો ગુપ્તચર સૂત્રોની વાત માનીએ તો, IED બ્લાસ્ટને વધારવામાં બરાદરનુંણો જ હાથ હતો. અને તે તેને તાલિબાન ટેક્ટિક નામ આપતો હતો. તેમની મનપસંદ રમત દુશ્મનના માર્ગમાં ફૂલો નાખવાની હતી, એટલે કે IED ફિટ કરવાની હતી અને મસૂદ પણ આ રમતથી પ્રભાવિત થયા હતા.

નિષ્ણાતો માને છે કે જૈશ ફરી એક વખત બરાદર સાથેના તેના સંબંધોને મજબૂત કરશે, જોકે બરાદર માટે આમ કરવું એટલું સરળ રહેશે નહીં કારણ કે અમેરિકાને આપેલા વચનો હેઠળ તેણે તે સંગઠનો સામે પણ કાર્યવાહી કરવી પડશે કે જેના પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં, આવનારો સમય જ કહેશે કે બરાદર તેમના બંધુત્વને ટેકો આપે છે કે આપેલા વચનોનું પાલન કરે છે.

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!

અમેરિકાએ કર્યું કઈ એવું કે અફઘાનિસ્તાનમાં સત્તા પર આવવા છતાં તાલિબાન પૈસા માટે રહેશે મોહતાજ