Not Set/ અમેરિકાએ લીધો ઈરાન પર ‘અત્યાર સુધીનો સૌથી કડક પ્રતિબંધ’ લગાવવાનો સંકલ્પ

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું છે કે, ઈરાન પર અમેરિકા ‘અત્યાર સુધીનો સૌથી કડક પ્રતિબંધ’ લગાવનાર છે. જો કે ઈરાનના વિદેશ મંત્રી જવાદ જરિફે પોમ્પિયોના આ નિવેદનની ટીકા કરી છે. વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ નવી નીતિ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, કડક પ્રતિબંધ લગાવ્યા પછી ઈરાન “પોતાની અર્થવ્યવસ્થાને જીવિત રાખવા માટે […]

Top Stories World
6KCGSGBJVFCHPDRY6ROER25XXI અમેરિકાએ લીધો ઈરાન પર 'અત્યાર સુધીનો સૌથી કડક પ્રતિબંધ' લગાવવાનો સંકલ્પ

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું છે કે, ઈરાન પર અમેરિકા ‘અત્યાર સુધીનો સૌથી કડક પ્રતિબંધ’ લગાવનાર છે. જો કે ઈરાનના વિદેશ મંત્રી જવાદ જરિફે પોમ્પિયોના આ નિવેદનની ટીકા કરી છે.

વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ નવી નીતિ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, કડક પ્રતિબંધ લગાવ્યા પછી ઈરાન “પોતાની અર્થવ્યવસ્થાને જીવિત રાખવા માટે સંઘર્ષ” કરતું જોવા મળશે.

તેમણે કહ્યું હતું કે, તે “ઈરાનના આક્રમક વલણને રોકવા માટે” પેન્ટાગોન અને ક્ષેત્રીય સહયોગીઓની સાથે મળીને કામ કરશે.

આ મહિનાના પ્રારંભમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સાથે વર્ષ 2015માં થયેલા પરમાણું સમજૂતીમાંથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો હતો.

“પ્લાન બી”

અમેરિકાના વિદેશ મંત્રી તરીકે વિદેશ નીતિને લઈને પોતાના પહેલાં અહમ ભાષણમાં પોમ્પિયોએ ઇસ્લામિક ગણતંત્રની સામે લડવા માટે “પ્લાન બી”ની પણ જાહેરાત કરી હતી.

તેમણે ઈરાનની સામે “નવી ડીલ” માટે 12 શરતો રાખી છે. આ શાર્તોમાં સીરીયામાંથી પોતાની ફોજ (સેના)ને પરત બોલાવી લે અને યમનમાં વિદ્રોહીઓને સમર્થન ન કરે તે બાબતનો સમાવેશ થાય છે.

અન્ય મુખ્ય શરતો આ પ્રકારની છે.

– આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા એજન્સી (આઈએઈએ)ને પોતાના પૂર્વ ન્યુક્લિયર મીલીટરી પ્રોગ્રામની સંપૂર્ણ માહિતી આપવી અને આ કામને હમેશાની માટે છોડી દેવું.

– પોતાના પડોસી દેશોની તરફ “ધમકી આપવાવાળો વ્યવહાર” બંધ કરી દેવો. જેમાં ઇઝરાયેલને તબાહ કરવાની અને સાઉદી અરબ અને યુએઈ પર મિસાઈલ છોડવાની ધમકીઓનો પણ સમાવેશ થાય છે.

– ખોટા આરોપોમાં પકડાયેલા અથવા તો ઈરાનમાં ખોવાયેલા અમેરિકા અને તેના સહયોગી દેશોના નાગરિકોને છોડી દેવા.

પોમ્પિયોએ કહ્યું છે કે, ઈરાનને પ્રતિબંધોમાંથી રાહત ત્યારે મળશે કે જયારે અમેરિકા તેમાં ખરેખર કોઈ બદલાવ જોશે.

તેમણે કહ્યું હતું કે, “અમે ઈરાની પ્રશાસન પર કડક નાણાકીય દબાણ બનાવીશું. તેહરાનના નેતાઓને અમારી ગંભીરતા પર કોઈ સંદેહ રહેશે નહિ.”

“ઈરાન પાસે મધ્ય પૂર્વ પર હાવી થવા માટે બીજી વખત ક્યારેય અસીમિત તાકાત નહિ હોય.”

શું હશે પ્રતિબંધોની અસર

બીબીસીના ડિપ્લોમેટિક સંવાદદાતા જોનાથન માર્કસના જણાવ્યા મુજબ, “ઈરાનની માટે અમેરિકાનો “પ્લાન બી” પ્રતિબંધોના મારફત તેના ઉપર દબાણ બનાવવા માટેનો છે, જેથી તેહરાનની સરકારને નવી ડીલમાં શામેલ કરવા માટે મજબૂર કરી શકાય. આ પ્રકારથી ના ફક્ત ઈરાનની પરમાણું ગતિવિધિઓ પર દબાવ પડશે, પરંતુ તેના મિસાઈલ પ્રોગામ અને ક્ષેત્રમાં તેના વલણ ઉપર પણ અસર પડશે.”

પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના સમયની પરમાણું ડીલથી બહાર આવીને ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયના બે સપ્તાહ પછી નાણા મંત્રાલયે કહ્યું કે, ઈરાન પર આર્થિક પ્રતિબંધ તત્કાલ લગાવવામાં આવશે નહિ. મંત્રાલયે કહ્યું હતું કે, ત્રણથી છ મહિનામાં આ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.

ઇઝરાયેલે ટ્રમ્પના નિર્ણયનું સ્વાગત કર્યું છે, પરંતુ પરમાણું ડીલમાં જોડાયેલા ફ્રાંસ, જર્મની, બ્રિટેન અને રૂસ (રશિયા) જેવા બીજા દેશોએ આ નિર્ણયની આલોચના કરી છે.

ઈરાનની ન્યુક્લિયર ડીલના અમલમાં આવી ગયા પછી યુરોપની કેટલીય કંપનીઓએ ઈરાનની સાથે વ્યાપાર શરૂ કરી દીધો હતો. પરંતુ ડીલ તૂટ્યા પછી તે કંપનીઓ ઈરાન અને અમેરિકામાંથી કોઈ એકને પસંદ કરવા માટે અસમંજસમાં છે.