Not Set/ આંતકવાદ પર પાકિસ્તાનની કાર્યવાહીથી ટ્રમ્પ ખુશ નથી, વાઈટ હાઉસે બતાવી નારાજગી

આતંકવાદનો આશ્રયસ્થાન બની ચૂકેલ પાકિસ્તાન દિવસેને દિવસે ભારત અને અમેરિકાના દબાવમાં આવતું જાય છે. હવે અમેરિકાએ આતંકી ગતિવિધિઓને રોકવા માટે કોઈ નબળાઈઓ રાખવા માંગતું નથી, પરંતુ  પાકિસ્તાને કોઈ પણ રીતે ફરક ના પડતો હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાએ ફરી એકવાર પાકિસ્તાનને આતંકવાદની વિરૂદ્ધ કાર્યવાહી કરવા પર  ખુબ જ ખરું ખોટું સંભળાવ્યું છે. વ્હાઇટ હાઉસે […]

World
051117trump angry 1 આંતકવાદ પર પાકિસ્તાનની કાર્યવાહીથી ટ્રમ્પ ખુશ નથી, વાઈટ હાઉસે બતાવી નારાજગી

આતંકવાદનો આશ્રયસ્થાન બની ચૂકેલ પાકિસ્તાન દિવસેને દિવસે ભારત અને અમેરિકાના દબાવમાં આવતું જાય છે. હવે અમેરિકાએ આતંકી ગતિવિધિઓને રોકવા માટે કોઈ નબળાઈઓ રાખવા માંગતું નથી, પરંતુ  પાકિસ્તાને કોઈ પણ રીતે ફરક ના પડતો હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાએ ફરી એકવાર પાકિસ્તાનને આતંકવાદની વિરૂદ્ધ કાર્યવાહી કરવા પર  ખુબ જ ખરું ખોટું સંભળાવ્યું છે.

વ્હાઇટ હાઉસે રજૂ કરેલા નિવેદન મુજબ કહ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડાનોલ્ડ ટ્રમ્પ આતંકવાદની વિરૂદ્ધ લડાઇમાં ઇસ્લામાબાદની કાર્યવાહીથી સંતુષ્ટ નથી. પહેલી વખત અમેરિકા પાકિસ્તાનને તેના કૃત્યો માટે જવાબદાર ગણાવી રહ્યું છે.

વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી રાજ શાહે સંવાદદાતાઓને કહ્યું કે, હું જાણું છું કે પાકિસ્તાન પાસે તેના આસપાસના વિસ્તારમાં શાંતિ બનાવી રાખવા માટેનો મોકો છે અને જો પાકિસ્તાન આ કામ કરવા માટે મદદ કરશે તો તેના માટે ખુબ જ સારી વાત છે.

તેમણે કહ્યું કે, પાકિસ્તાનની સાથે પોતાના સંબંધોને લઇ કેટલીક સ્પષ્ટતાને પુન:સ્થાપિત કરી છે. પહેલી વખત પાકિસ્તાનને તેના કૃત્યો માટે જવાબદાર ગણાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનને અપાતી 1625 કરોડ રૂપિયાની સૈન્ય સહાયતા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. અમેરિકાના દબાવમાં આવીને પાકિસ્તાને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફીઝ સઈદ પર કાર્યવાહી પણ કરી હતી. પરંતુ હાફીઝ  સઈદ થોડા જ દિવસો પછી જેલમાંથી બહાર આવી ગયો હતો.

આતંકી ફંડિંગ ઉપર નજર રાખવાંવાળી એજન્સી ફાઈનેશિયલ એક્શન ટાસ્ક ફોર્સ(એફએટીએફ)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખ્યું છે. તમણે જાણવી દઈએકે આ પહેલાં એફએટીએફે પાકિસ્તાનને આતંકવાદનો જે દાગ લાગ્યો છે તેને સાફ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો.