Not Set/ બિહારી શખ્શનો કમાલ: પુતિનની પાર્ટીમાં બન્યા ધારાસભ્ય

રશિયામાં ભારતીય મૂળના એક શખ્શને ડેપ્યુતાત બનાવવામાં આવ્યા છે. ડેપ્યુતાત એ જ પદ છે જે ભારતમાં કોઈ ધારાસભ્યનું હોય છે. ડેપ્યુંતાત બનાવવામાં આવેલા અભય કુમાર સિંહ પટના, બિહારના રહેવાસી છે, અને કુર્સ્ક નામના રશિયન વિસ્તારથી સરકારમાં ડેપ્યુતાત છે. કુર્સ્ક એ જ વિસ્તાર છે જ્યાં એડોલ્ફ હિટલરની સેનાને હારનો સામનો કરવો પડ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર […]

Top Stories India World
20 555 061418032532 બિહારી શખ્શનો કમાલ: પુતિનની પાર્ટીમાં બન્યા ધારાસભ્ય

રશિયામાં ભારતીય મૂળના એક શખ્શને ડેપ્યુતાત બનાવવામાં આવ્યા છે. ડેપ્યુતાત એ જ પદ છે જે ભારતમાં કોઈ ધારાસભ્યનું હોય છે.

17 555 061418032532 બિહારી શખ્શનો કમાલ: પુતિનની પાર્ટીમાં બન્યા ધારાસભ્ય

ડેપ્યુંતાત બનાવવામાં આવેલા અભય કુમાર સિંહ પટના, બિહારના રહેવાસી છે, અને કુર્સ્ક નામના રશિયન વિસ્તારથી સરકારમાં ડેપ્યુતાત છે. કુર્સ્ક એ જ વિસ્તાર છે જ્યાં એડોલ્ફ હિટલરની સેનાને હારનો સામનો કરવો પડ્યો હતો.

22 555 061418032532 બિહારી શખ્શનો કમાલ: પુતિનની પાર્ટીમાં બન્યા ધારાસભ્ય

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુનાઈટેડ રશા પાર્ટીની ટીકીટ પરથી ચુંટણી જીતીને અભય કુમાર ડેપ્યુતાત બન્યા છે. અભય સિંહે જણાવ્યું કે રાષ્ટ્રપતિ પુતીને જ એમને રાજનીતિમાં આવવા માટે પ્રેરિત કર્યા હતા.

18 555 061418032532 બિહારી શખ્શનો કમાલ: પુતિનની પાર્ટીમાં બન્યા ધારાસભ્ય

જણાવી દઈએ કે યુનાઈટેડ રશા રશિયાની સતાધારી પાર્ટી છે, જેણે હાલમાં જ દેશની સંસદમાં 75 ટકા સાંસદ મોકલ્યા છે. પુતિન અહી છેલ્લા 18 વર્ષથી સત્તામાં છે. અભયે ઓક્ટોબર 2017માં વ્લાદિમીર પુતિનની પાર્ટીમાંથી ઉમેદવારી કરીને કુર્સ્ક વિધાનસભા ચુંટણી જીતી લીધી હતી.

9 555 061418032532 બિહારી શખ્શનો કમાલ: પુતિનની પાર્ટીમાં બન્યા ધારાસભ્ય

પટનામાં જન્મેલા અભય લોયોલા સ્કુલમાં ભણ્યા છે. ત્યારબાદ 1991માં મેડિકલનું ભણવા તેઓ રશિયા ગયા હતા. ભણવાનું ખતમ થયા બાદ અભયે પટનામાં પ્રેક્ટીસ શરુ કરી અને રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. ત્યારબાદ એમણે રશિયામાં દવાઓનો બીઝનેસ શરુ કર્યો હતો.

5 555 061418032532 બિહારી શખ્શનો કમાલ: પુતિનની પાર્ટીમાં બન્યા ધારાસભ્ય

અભયના જણાવ્યા મુજબ રંગના કારણે શરૂઆતમાં એમને ખુબ હેરાનગતિ થયેલી. હવે અભય રીયલ એસ્ટેટનો બીઝનેસ પણ કરે છે. એમની પાસે ઘણાં શોપિંગ મોલ્સ છે. અભયે જણાવ્યુ કે સમય મળવા પર તેઓ ભારત અને  ખાસ કરીને પટના આવતા રહે છે.