Not Set/ નવાજ શરિફે પાકિસ્તાનની ખોલી પોલ, કહ્યું, ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં પાક.ના આતંકવાદીઓ હતાં શામેલ

ઇસ્લામાબાદ, ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા આતંકી હુમલાને લઇ સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આ આતંકી હુમલામાં શામેલ આતંકીઓને પોતાના દેશના માનવા અંગે પાકિસ્તાન દ્વારા અવાર-નવાર ઇન્કાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે હવે શનિવારે પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરિફે તેઓની પોલ ખોલી કાઢી છે. પાકિસ્તાનમાં આતંકીઓ છે સક્રિય : નવાજ શરિફ પાકિસ્તાનના બરતરફ કરાયેલા […]

Top Stories World Trending
nawaz sharif 2 1024 નવાજ શરિફે પાકિસ્તાનની ખોલી પોલ, કહ્યું, ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં પાક.ના આતંકવાદીઓ હતાં શામેલ

ઇસ્લામાબાદ,

૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા આતંકી હુમલાને લઇ સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આ આતંકી હુમલામાં શામેલ આતંકીઓને પોતાના દેશના માનવા અંગે પાકિસ્તાન દ્વારા અવાર-નવાર ઇન્કાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે હવે શનિવારે પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરિફે તેઓની પોલ ખોલી કાઢી છે.

પાકિસ્તાનમાં આતંકીઓ છે સક્રિય : નવાજ શરિફ

પાકિસ્તાનના બરતરફ કરાયેલા પ્રધાનમંત્રી નવાજ શરિફે ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં પાકિસ્તાનના આતંકીઓ શામેલ હોવાનું કબુલ્યું હતું. મુંબઈ આતંકી હુમલા અંગે તેઓએ જણાવ્યું, “અપ્રત્યક્ષ રૂપથી પાકિસ્તાન સરકારની મદદથી આતંકીઓ બોર્ડર પાર કરીને ભારત પહોચ્યા હતાં”.

પાકિસ્તાની અખબાર ડોન સાથેના ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત તેઓએ કબૂલી હતી. ઇન્ટરવ્યુ દરમિયાન નવાજ શરિફે માન્યું હતું કે, “પાકિસ્તાનમાં આતંકીઓ સક્રિય છે અને તેઓ તેમણે રહેવા માટે મદદ પણ કરી રહ્યા છે”.

નવાજ શરિફે પાકિસ્તાનની ખોલી પોલ 

આ પહેલા પણ ભારત દ્વારા ઘણા સમયથી આ વાત જણાવવામાં આવી છે કે, પાકિસ્તાન આતંકીઓનો પનાહગાહ છે, પરંતુ આ વાતને માનવાથી પાકિસ્તાન ઇન્કાર કરી રહ્યું હતું. ત્યારે હવે નવાજ શરિફે તેઓની પોલ ખોલી છે.

તેઓએ જણાવ્યું, “આતંકી સંગઠન સક્રિય છે, શું આપડે તેઓને બોર્ડર પાર કરાવવા અને મુંબઈમાં ૧૫૦થી વધુ લોકોની હત્યા કરવા માટે મંજુરી આપવી જોઈએ ? મને જણાવો..

રાવલપિંડી આતંક વિરોધી અદાલતમાં મુંબઈ હુમલાના ટ્રાયલમાં થઇ રહેલા વિલંબ અંગે શરિફે કહ્યું, “આપણે સુનાવણી કેમ પૂરી કરી નથી ?

મુંબઈ હુમલામાં પાક.ની હતી કબૂલાત, “સરકારની કોઈ ભૂમિકા નથી”

તમને જણાવી દઈકે કે, “પાકિસ્તાન અત્યારસુધી કહેતું આવ્યું છે કે, મુંબઈ આતંકી હુમલામાં નોન સ્ટેટ એક્ટર્સ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. તેઓની સરકારની કોઈ ભૂમિકા નથી”.

દેશમાં બંધારણીય પ્રક્રિયા દ્વારા ચુંટાયેલી હોવી જોઈએ 

પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના આરોપોની સામનો કરી રહેલા અને બરતરફ કરાયેલા પૂર્વ પ્રધાનમંત્રીએ જણાવ્યું, “ જયારે દેશમાં બે અથવા ત્રણ સમાંતર સરકારો ચાલતી હોય છે ત્યારે દેશને ચલાવી શકાતો નથી. તેને રોકવું જોઈએ. દેશમાં ફક્ત એક જ સરકાર હોવી જીયે, જે બંધારણીય પ્રક્રિયા દ્વારા ચુંટાયેલી હોય”.

ક્યારે થયો હતો આ હુમલો ?

મહત્વનું છે કે, આજથી લગભગ ૧૦ વર્ષ પહેલા એટલે કે ૨૬ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ મુંબઈમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને જેમાં ૧૬૦થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા હતાં. આ હુમલા બાદ સતત ૧૦ વર્ષ સુધી ભારત દ્વારા આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું તેમજ આ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ અંગે પણ અવારનવાર ટકોર કરવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.