Not Set/ પાકિસ્તાન: કોર્ટે કહ્યું, આરોપીને 4 વાર લટકાવો ફાંસી પર, 7 વર્ષની બાળકી સાથે કર્યું હતુ દુષ્કર્મ

સાત વર્ષની બાળકી સાથે બળાત્કાર કરીને હત્યા કરી દીધી હતી, આ કેસમાં આરોપીને સજા આપવા માટે લાહોર હાઇકોર્ટે એક ખુબ જ મોટો નિર્યણ લીધો છે. હાઇકોર્ટે આરોપીને દોષી માનતા તેને મોતની સજા સંભળાવવામાં આવી છે. આ ઘટના પાકિસ્તાનના પંજાબની છે, જ્યાં સાત વર્ષની એક માસૂમ બાળકી સાથે બળાત્કાર કર્યો હતો અને હત્યા પણ કરી હતી. […]

World
a 1 પાકિસ્તાન: કોર્ટે કહ્યું, આરોપીને 4 વાર લટકાવો ફાંસી પર, 7 વર્ષની બાળકી સાથે કર્યું હતુ દુષ્કર્મ

સાત વર્ષની બાળકી સાથે બળાત્કાર કરીને હત્યા કરી દીધી હતી, આ કેસમાં આરોપીને સજા આપવા માટે લાહોર હાઇકોર્ટે એક ખુબ જ મોટો નિર્યણ લીધો છે. હાઇકોર્ટે આરોપીને દોષી માનતા તેને મોતની સજા સંભળાવવામાં આવી છે.

આ ઘટના પાકિસ્તાનના પંજાબની છે, જ્યાં સાત વર્ષની એક માસૂમ બાળકી સાથે બળાત્કાર કર્યો હતો અને હત્યા પણ કરી હતી. કસૂર શહેરની આ ઘટના પર પૂરું પાકિસ્તાન ગુસ્સાથી લાલચોળ થઈ ગયું હતું. આરોપી ઇમરાન અલીની ધરપકડ કરી લીધી છે. જેના પછી લાહોર હાઇકોર્ટે આરોપીને દોષી માનીને તેને ફાંસીની સજા આપવાનો નિર્યણ કર્યો છે.

આરોપીને ફાંસીની સજા સિવાય 25 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બાળકી સાથે આ દુષ્કર્મ કર્યાનો ગુસ્સો પાકિસ્તાન સિવાય ઘણાં બધા દેશોમાં જોવા મળ્યો હતો. લોકો આ ઘટનાની નિંદા પણ કરી હતી અને પાકિસ્તાનમાં લોકોએ પ્રદર્શન પણ કર્યા હતાં.

હાઇકોર્ટે આ મામલાને ખુબ જ ગંભીરતા પૂર્વક લીધો હતો અને દોષીને ચાર વાર મોતની સજા સંભળાવવામાં આવી હતી, કોર્ટે આ પૂરી ઘટનાને ફક્ત બે જ મહિનાની અંદર જ ફેંસલો આપી દીધો હતો.