Not Set/ ભારતની ધરતી પર ફરી એકવાર લહેરાયો પાકિસ્તાની ઝંડો

શ્રીનગર ‘જમ્મુ-કાશ્મીર’માં ફરી એક વખત આઝાદીની માંગ ઉઠાવતા ‘પાકિસ્તાન’નો ઝંડો લહેરાવાયો છે. જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા આશિયા અંદ્રાદીએ આજે પાકિસ્તનનો ઝંડો લહેરાવી આઝાદીની માંગ કરી હતી. આશિયાએ પાકિસ્તનનો ઝંડો લહેરાવતા જણાવ્યુ હતું કે, કાશ્મીર પાકિસ્તાનનો ભાગ છે પરંતુ ભારતે તેને જબરદસ્તીથી પચાવી પાડ્યુ છે. આશિયાએ જણાવ્યુ હતું કે મુસલમાનો હોય કે પછી કાફીર, બધા જ મુસ્લિમ […]

World
pakistan ભારતની ધરતી પર ફરી એકવાર લહેરાયો પાકિસ્તાની ઝંડો

શ્રીનગર

‘જમ્મુ-કાશ્મીર’માં ફરી એક વખત આઝાદીની માંગ ઉઠાવતા ‘પાકિસ્તાન’નો ઝંડો લહેરાવાયો છે. જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા આશિયા અંદ્રાદીએ આજે પાકિસ્તનનો ઝંડો લહેરાવી આઝાદીની માંગ કરી હતી. આશિયાએ પાકિસ્તનનો ઝંડો લહેરાવતા જણાવ્યુ હતું કે, કાશ્મીર પાકિસ્તાનનો ભાગ છે પરંતુ ભારતે તેને જબરદસ્તીથી પચાવી પાડ્યુ છે.

આશિયાએ જણાવ્યુ હતું કે મુસલમાનો હોય કે પછી કાફીર, બધા જ મુસ્લિમ દેશના નાગરીક છે અને તેઓ પાકિસ્તાની છે. તેણે જણાવ્યુ હતું કે, પાકિસ્તાનની રચના રાષ્ટ્રના આધારે નહીં પરંતુ ઈસ્લામના આધારે થઈ હતી.

આ મામલે આશિયા સામે દેશદ્રોહની ફરીયાદ દાખલ થઈ છે અને પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે અંદ્રાબી સામે ગેરકાયદેસર ગતિવિધિ નિશેષ એક્ટની કલમ ૧૩ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે તેની ધરપકડ કરાઈ કે નહીં તેની પુષ્ટી હજી સુધી કરવામાં આવી નથી. અંદ્રાબી આ પહેલા પણ કાશ્મીરમાં પાકિસ્તાની ઝંડો લહેરાવી ચુકી છે. ઓગસ્ટ ૨૦૧૭માં તેણે કાશ્મીરી ઘાટીમાં પાકિસ્તાનનો ઝંડો લહેરાવી પાકિસ્તાનનુ ‘રાષ્ટ્રગીત’ પણ ગાયુ હતું. તેણે પ્રથમ વકત ૧૪ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ પાકિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ પણ કરી લેવાઈ હતી. અંદ્રાબી દુખતરાન-એ-મિલ્લત નામની સંસ્થાની ઉપપ્રમુખ છે. આ સંગઠન જમ્મુ કાશ્મીરને પાકિસ્તાન સાથે જાડવાની ગતિવિધિમાં સંકળાયેલ છે. જેની સામે અનેક વખત કેસ પણ દાખલ થયેલ છે.