Not Set/ Viral Pic/ કેનેડામાં લોકડાઉન ખુલતા જ PM નિકળ્યા દિકાર સાથે આઈસ્કિમ ખાવા

કેનેડામાં, લોકડાઉન ખોલી દેવામાં આવ્યું છે, ત્યારે કેનેડાનાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો તેમના પુત્ર સાથે બહાર નીકળી ગયા છે. બુધવારે જસ્ટિન ટ્રુડો તેમના પુત્ર સાથે આઈસ્ક્રીમ ખરીદવા સ્ટોર પર પહોંચ્યા હતા. આ દિવસ ક્યૂબેક પ્રાંતનો સેંટ-જીન-બેપ્ટિસ્ટે ડે પણ હતો. કેનેડિયન નેતા અને તેમનો 6 વર્ષનો પુત્ર હેડ્રિયન માસ્ક પહેરીને ક્યૂબેકનાં ગટિનિયૂમાં ચોકલેટ્સ ફેવરિસમાં પહોંચ્યા. હેડ્રિયન […]

World
9741cb1c2fbad3daff2155f86ea01199 Viral Pic/ કેનેડામાં લોકડાઉન ખુલતા જ PM નિકળ્યા દિકાર સાથે આઈસ્કિમ ખાવા

કેનેડામાં, લોકડાઉન ખોલી દેવામાં આવ્યું છે, ત્યારે કેનેડાનાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો તેમના પુત્ર સાથે બહાર નીકળી ગયા છે. બુધવારે જસ્ટિન ટ્રુડો તેમના પુત્ર સાથે આઈસ્ક્રીમ ખરીદવા સ્ટોર પર પહોંચ્યા હતા. આ દિવસ ક્યૂબેક પ્રાંતનો સેંટ-જીન-બેપ્ટિસ્ટે ડે પણ હતો. કેનેડિયન નેતા અને તેમનો 6 વર્ષનો પુત્ર હેડ્રિયન માસ્ક પહેરીને ક્યૂબેકનાં ગટિનિયૂમાં ચોકલેટ્સ ફેવરિસમાં પહોંચ્યા.

હેડ્રિયન દુકાને પહોંચીને એકદમ ઉત્સાહિત થઇ ગયો હતો. તેણે કૂકીઝ ટોપિંગ્સ સાથે વેનીલા કોન પણ લીધો. વળી, જસ્ટિન ટ્રુડોએ વેનીલા ડીપ ચોકલેટ કોન પોતાના માટે લીધો. આઈસ્ક્રીમ ખરીદ્યા પછી બંને નજીકનાં આંગણામાં ગયા અને માસ્ક ઉતાર્યો અને આઇસક્રીમ ખાધો. તેમની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. તેમણે આ તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી છે. અત્યાર સુધીમાં આ વીડિયોમાં 2 હજારથી વધુ લાઈક્સ આવી ચૂકી છે.