Not Set/ કાશ્મિર મુદ્દે અમેરિકા ભારતનું સમર્થન કરતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ

કાશ્મિર મુદ્દે અમેરિકા ઘણી વખત ભારતનું સમર્થન કરતુ હોવાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. સોમવારે ફરી વખત અમેરિકા દ્વારા ભારતનું સમર્થન કરાતા પાકિસ્તાન દ્વારા પરમાણુ યુદ્ધની ચીમકી આપવામાં આવી છે. જે વિશે પાકિસ્તાનના એક મુખ્ય સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, વર્તમાનમાં દક્ષિણ એશિયાના દેશોની પરિસ્થિતી અત્યંત નાજૂક છે. જેથી ભારત પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધની સંભાવના […]

World
modi meets trump abf2bb6c e45c 11e7 b094 c21f82b60b0b કાશ્મિર મુદ્દે અમેરિકા ભારતનું સમર્થન કરતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ

કાશ્મિર મુદ્દે અમેરિકા ઘણી વખત ભારતનું સમર્થન કરતુ હોવાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. સોમવારે ફરી વખત અમેરિકા દ્વારા ભારતનું સમર્થન કરાતા પાકિસ્તાન દ્વારા પરમાણુ યુદ્ધની ચીમકી આપવામાં આવી છે.

જે વિશે પાકિસ્તાનના એક મુખ્ય સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, વર્તમાનમાં દક્ષિણ એશિયાના દેશોની પરિસ્થિતી અત્યંત નાજૂક છે. જેથી ભારત પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધની સંભાવના વધતી જાય છે. પાકિસ્તાનના રીટાયર્ડ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર લેફ્ટનન્ટ જનરલ નસીર ખાન જંજુઆએ સુરક્ષા સેમિનારમાં જણાવ્યું હતું કે, ભારતે કેટલાક ઘાતક હથિયાર સેનામાં સામેલ કર્યાં છે. ભારત દ્વારા અવારનવાર પાકિસ્તાનને પરંપરાગત યુદ્ધની ધમકીઓ પણ આપવામાં આવે છે. તેથી પરમાણુ યુધ્ધની શંકાઓને નકારી શકાય તેમ નથી.

આ સાથે NSE દ્વારા દાવો કરાયો છે કે, જ્યારથી પાકિસ્તાને અમેરિકા સાથે ગઠબંધન કર્યુ ત્યારથી તેઓ આંતકવાદનો સામનો કરી રહ્યા છે. આંતકવાદ સામેની લડાઇમાં પાકિસ્તાનને ઘણુ નુકસાન પણ થયું, પરંતુ વિશ્વ દ્વારા તેની નોંધ લેવાઇ નથી.
સાથે જ અમેરિકા દ્વારા ઇસ્લામાબાદ કરતા નવી દિલ્હીને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેનો પણ વિરોધ કરાયો છે`