Not Set/ વાંચો, શા માટે મોરિશિયસના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિને આપવું પડ્યું રાજીનામું

પોર્ટ લૂઇસ મોરિશિયસના અમીના ગુરીબ ફકીમે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામુ આપ્યુ છે. તમને જણાવી દઈએ કે અમીના ગુરીબ ફકીમ મોરિશિયસ દેશના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ છે. તેઓ એક વૈજ્ઞાનિક પણ છે. અમીના એક ઇન્ટરનેશનલ NGOના ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરીને ઇટલી અને દુબઈમાં શોપિંગ કરવા બદલ વિવાદમાં સંપડાયા હતા. જો કે પહેલા તેમણે રાજીનામું આપવાથી ઇનકાર કરી  દીધો […]

World
969696 વાંચો, શા માટે મોરિશિયસના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિને આપવું પડ્યું રાજીનામું

પોર્ટ લૂઇસ

મોરિશિયસના અમીના ગુરીબ ફકીમે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામુ આપ્યુ છે.

Image result for Ameenah Gurib

તમને જણાવી દઈએ કે અમીના ગુરીબ ફકીમ મોરિશિયસ દેશના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ છે. તેઓ એક વૈજ્ઞાનિક પણ છે. અમીના એક ઇન્ટરનેશનલ NGOના ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરીને ઇટલી અને દુબઈમાં શોપિંગ કરવા બદલ વિવાદમાં સંપડાયા હતા. જો કે પહેલા તેમણે રાજીનામું આપવાથી ઇનકાર કરી  દીધો હતો.

Image result for Ameenah Gurib

વડાપ્રધાન પ્રવિંદ જુગનાથે કહ્યુ હતું કે અમીના આવનાર અઠવાડિયે પદ પરથી રાજીનામું આપી દેશે. અમીના આફ્રિકન દેશોના એક માત્ર મહિલા પ્રેસીડેન્ટ છે. દેશહિતને ધ્યાનમાં રાખીને તેમણે પદ પરથી રાજીનામું આપી દેવાનો નિર્ણય કર્યો છે. જો કે તેમનું રાજીનામું ૨૩ માર્ચથી લાગુ પડશે. એક એનજીઓ  ક્રેડીટ કાર્ડથી પોતાની અંગત ખરીદી કરવાની તેમને મોટી સજા ચૂકવવી પડી હતી.

Related image

કેમેસ્ટ્રીના પ્રોફેસર રહી ચુકેલા અમીના વર્ષ ૨૦૧૫માં મોરેશિયસના પ્રથમ મહિલા પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાયા હતા. ઉપરાંત અમીના મોરેશિયસમાં આવેલું ફાઈટોથેરાપી રીસર્ચના ડાયરેક્ટર છે.આ રીસર્ચ સેન્ટર બ્યુટી પ્રોડ્કટ, પોષક તત્વો અને થેરાપીમાં ઉપયોગમાં લેવાતા છોડ પર રીસર્ચ કરે છે. તેઓ મોરેશિયસના છઠ્ઠા રાષ્ટ્રપતિ હતા.