Russia/ પુતિને ચૂંટણી જીતતા જ ત્રીજા વિશ્વયુદ્ધની આપી ચેતવણી, અમેરિકાનો મજાક બનાવ્યો

પુતિને ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર આક્રમણ કર્યું હતું. યુક્રેન યુદ્ધ પર પુતિને કહ્યું કે, ફ્રાન્સ વાટાઘાટોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે કારણ કે હજી બધું સમાપ્ત થયું નથી. પુતિને કહ્યું, ‘મેં પહેલા પણ કહ્યું છે અને હવે પણ કહું છું કે અમે વાતચીત માટે તૈયાર………

Top Stories World Breaking News
YouTube Thumbnail 2024 03 18T152029.652 પુતિને ચૂંટણી જીતતા જ ત્રીજા વિશ્વયુદ્ધની આપી ચેતવણી, અમેરિકાનો મજાક બનાવ્યો

Moscow news: વ્લાદિમીર પુતિન રશિયા રાષ્ટ્રપતિ તરીકે 5મી વખત બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા છે. રાષ્ટ્રપતિ તરીકેની ઘોષણા થતાં પુતિને તેમના પહેલા સંબોધનમાં પશ્ચિમી દેશોને ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી આપી છે. ચેતવણી આપતા કહ્યું કે, રશિયા અને અમેરિકાના નેતૃત્વ હેઠળ કાર્યરત સંગઠન નાટોમાં ઘર્ષણ થયું તો તેનો અર્થ એ થયો કે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની નજીક છે.

નાટોના સૈનિકો યુક્રેનમાં હાજર છે- પુતિનનો દાવો

1962ના યુદ્ધમાં ક્યુબા મિસાઈલ કટોકટી પછી રશિયા અને પશ્ચિમના દેશો વચ્ચેના સંબંધો સૌથી ખરાબ રીતે પસાર થઈ રહ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમાન્યુએલ મેક્રોને ભવિષ્યમાં યુક્રેનમાં પોતાના સૈનિકોને ઉતારવાની સંભાવનાને નકારી ન હતી. જ્યારે પુતિનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘આજના આધુનિક યુગમાં કંઈ પણ શક્ય છે, પરંતુ જો આમ થશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ દૂર નથી.’ પુતિને એમ પણ કહ્યું કે ‘બાય ધ વે, નાટો સૈનિકો હજુ પણ યુક્રેનમાં હાજર છે. રશિયાને ખબર છે કે અંગ્રેજી અને ફ્રેન્ચ બોલતા સૈનિકો પણ યુદ્ધના મેદાનમાં હાજર છે. આ સારી બાબત નથી, ખાસ કરીને તેમના માટે કારણ કે તેઓ અહીં મોટી સંખ્યામાં મરી રહ્યા છે.

Macron: Putin shouldn't be humiliated over 'historic' mistake – POLITICO

પુતિને ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર આક્રમણ કર્યું હતું. યુક્રેન યુદ્ધ પર પુતિને કહ્યું કે, ફ્રાન્સ વાટાઘાટોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે કારણ કે હજી બધું સમાપ્ત થયું નથી. પુતિને કહ્યું, ‘મેં પહેલા પણ કહ્યું છે અને હવે પણ કહું છું કે અમે વાતચીત માટે તૈયાર છીએ અને આ મંત્રણા માત્ર એટલા માટે નહીં થાય કારણ કે દુશ્મનો પાસે દારૂગોળો ખતમ થઈ ગયો છે. જો તેઓ ખરેખર ગંભીર હોય અને શાંતિ ઈચ્છતા હોય તો તેમણે પડોશી દેશોની જેમ સારા સંબંધો જાળવી રાખવા પડશે.

જ્યારે અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયાની ચૂંટણીની ટીકા કરી ત્યારે ખુદ પુતિને અમેરિકાની લોકશાહીની મજાક ઉડાવી અને કહ્યું કે ‘આખી દુનિયા તેમના (અમેરિકા) પર હસી રહી છે, ત્યાં શું થઈ રહ્યું છે?’  પુતિનના વિરોધી ગણાતા એલેક્સી નેવલનીના મૃત્યુ પર પુતિને પ્રથમ વખત તેમના નામનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ હવે મૃત્યુ પામ્યા છે અને તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. નવલ્નીનું તાજેતરમાં જ રશિયન જેલમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. નવલ્ની પુતિનના વિરોધી માનવામાં આવતા હતા. પુતિન પર નવલ્નીના મૃત્યુનો આરોપ હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પુતિનનો 87.8 ટકા મત સાથે પ્રચંડ વિજય, સળંગ પાંચમી ટર્મ શાસન કરી સ્ટાલિનનો રેકોર્ડ કોડશે

આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની