Not Set/ જાણો શું છે આ ઇંગ્લેન્ડની કોલેજની નવી ભાષા ‘ હિંગ્લીશ ‘

ઇંગ્લેન્ડની પોર્ટસમથ કોલેજમાં આ વર્ષથી એક નવી ભાષાનો કોર્સ શરુ થવાનો છે જેને હિંગ્લીશ નામ આપવામાં આવ્યું છે. હિંગ્લીશ ભાષા એ હિન્દી અને ઈંગ્લીશ એમ બંને ભાષાનો સમન્વય છે. ગયા વર્ષે આ કોલેજમાં આ ભાષા પર વિદ્યાર્થીઓ પર કેટલાક પ્રયોગ કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીને રૂચી સારી હોવાને લઈને કોલેજ એ આ ભાષાને આવકારો આપ્યો […]

World
PORTSMOUTH COLLEGE જાણો શું છે આ ઇંગ્લેન્ડની કોલેજની નવી ભાષા ' હિંગ્લીશ '

ઇંગ્લેન્ડની પોર્ટસમથ કોલેજમાં આ વર્ષથી એક નવી ભાષાનો કોર્સ શરુ થવાનો છે જેને હિંગ્લીશ નામ આપવામાં આવ્યું છે. હિંગ્લીશ ભાષા એ હિન્દી અને ઈંગ્લીશ એમ બંને ભાષાનો સમન્વય છે. ગયા વર્ષે આ કોલેજમાં આ ભાષા પર વિદ્યાર્થીઓ પર કેટલાક પ્રયોગ કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીને રૂચી સારી હોવાને લઈને કોલેજ એ આ ભાષાને આવકારો આપ્યો છે.

આ કોર્સની શરૂઆત નવેમ્બર ૨૦૧૭માં કરવામાં આવી હતી. જેનો ઈરાદો આ ભાષા પ્રત્યે જાગરૂકતા ફેલાવવાનો હતો. ઉપરાંત હિંગ્લીશ ભાષાને લીધે ભારતને સંબધિત વિજ્ઞાપન, ફિલ્મો અને સમાચારોમાં વાપરવામાં આવતી ભાષા વિશે તેઓ સારી રીતે સમજી શકશે.આ ભાષાને લીધે ભારત સાથે ધંધાકીય વાતચીતમાં ઘણો લાભ થશે.

Image result for portsmouth college

શરૂઆતમાં આ ભાષાને શીખવા ૧૮ વિદ્યાર્થીઓનું ગ્રુપ આવતું હતું. ત્યારબાદ બાકીના વિદ્યાર્થીમાં હિંગ્લીશ શીખવાનો ક્રેઝ વધતો ગયો આ જોઇને એકેડમિક વર્ષ ૨૦૧૮-૧૯માં હેન્ફ્શાયરમાં આવેલી પોર્ટસમથ કોલેજમાં મોડર્ન બીઝનેસ લેન્ગવેજ પ્રોગ્રામમાં આ ભાષાને શામિલ કરવામાં આવશે.

કોલેજના ડેપ્યુટી પ્રિન્સિપાલ સાઈમન બૈરેબલએ જણાવ્યું કે, હિન્દી ભાષા કરતા હિંગ્લીશ ભાષા ઘણી સરળ છે કેમ કે બીજા વિષયોની જેમ પારંપરિક સ્ક્રીપ્ટની જગ્યાએ આ ભાષા રોમન અક્ષરોમાં શીખવાડવામાં આવે છે.