Not Set/ આ નસીબદારને એક વાર નહી પરંતુ ત્રણ વખત લાગી લોટરી, વાંચો આખી સ્ટોરી

લોટરીના અવાર-નવાર કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે. પરંતુ આ લોટરી વિશે તમે સાંભળશો તો ચોક્કસથી ચોંકી જશો. અમેરિકામાં ન્યુજર્સીમાં લોટરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. રોબર્ટ સ્ટેવર્ત નામના વ્યક્તિએ ઓગસ્ટ મહિનામાં પાંચ લાખ અમેરિકન ડોલર એટલે કે ૩૬ કરોડની લોટરી જીતી હતી. ન્યુજર્સીના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ નિવૃત્ત ડ્રાઈવર છે. આ જેકપોટ […]

World Trending
26622051 custom આ નસીબદારને એક વાર નહી પરંતુ ત્રણ વખત લાગી લોટરી, વાંચો આખી સ્ટોરી

લોટરીના અવાર-નવાર કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે. પરંતુ આ લોટરી વિશે તમે સાંભળશો તો ચોક્કસથી ચોંકી જશો.

અમેરિકામાં ન્યુજર્સીમાં લોટરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. રોબર્ટ સ્ટેવર્ત નામના વ્યક્તિએ ઓગસ્ટ મહિનામાં પાંચ લાખ અમેરિકન ડોલર એટલે કે ૩૬ કરોડની લોટરી જીતી હતી.

ન્યુજર્સીના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ નિવૃત્ત ડ્રાઈવર છે. આ જેકપોટ લાગ્યા બાદ તેમણે બીજી બે લોટરીની ટીકીટ ખરીદી હતી.

નસીબ જોગે આ બંને લોટરીની ટીકીટ પણ તેઓ જીતી ગયા હતા. જેમાં એક લોટરીમાં ૫૦૦ ડોલર અને બીજી લોટરીમાં ૧૦૦ ડોલર જીત્યા છે.

રોબર્ટએ જણાવ્યું હતું કે આની પહેલા પણ તેમને ૨૫૦૦ અમેરિકી ડોલરનું જેકપોટ લાગ્યું હતું. આ જેકપોટ જીત્યા બાદ મેં તેની જાણકારી મારી માતાને કહી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે જીતેલી રકમથી તેઓ પોતાના મિત્રો અને પરિવારને મદદ કરશે.