Not Set/ WHO : ખુલ્લામાં શૌચથી ટૂંક જ સમયમાં મુક્ત હશે ભારત

ખુલ્લામાં શૌચની સમસ્યાને નિવારવા માટે આશરે ૯૦ દેશોની પ્રગતી ઘણી ધીમે થઇ રહી છે . જયારે ભારત દ્વારા થઇ રહેલા પ્રયત્નોને આ સમસ્યાને ઊંચા સ્તર પર પહોચાડી દીધા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબ્લ્યુએચઓના એક રીપોર્ટમાં આ વાત સોમવારે જણાવી હતી. સ્વરછતા અને સ્વાસ્થ્ય પર વૈશ્વિક રીતે નજર રાખતી સંસ્થા ડબ્લ્યુએચઓએ કહ્યું હતું કે […]

World Trending
who WHO : ખુલ્લામાં શૌચથી ટૂંક જ સમયમાં મુક્ત હશે ભારત

ખુલ્લામાં શૌચની સમસ્યાને નિવારવા માટે આશરે ૯૦ દેશોની પ્રગતી ઘણી ધીમે થઇ રહી છે . જયારે ભારત દ્વારા થઇ રહેલા પ્રયત્નોને આ સમસ્યાને ઊંચા સ્તર પર પહોચાડી દીધા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબ્લ્યુએચઓના એક રીપોર્ટમાં આ વાત સોમવારે જણાવી હતી.

સ્વરછતા અને સ્વાસ્થ્ય પર વૈશ્વિક રીતે નજર રાખતી સંસ્થા ડબ્લ્યુએચઓએ કહ્યું હતું કે વર્ષ ૨૦૩૦ સુધી સાર્વભૌમિક સ્વરછતાના લક્ષ્ય સુધી નહી પહોચી શકાય કે જેમાં દુનિયાના દરેક વ્યક્તિ શૌચાલયનો ઉપયોગ કરતા હોય. જો આ લક્ષ્ય સુધી પહોચવું હોય તો આ સમસ્યા સામે લડી રહેલા દેશોએ શૌચાલય માટે વ્યાપક નીતિ બનાવવી પડશે.

ડબ્લ્યુએચઓના એક રીપોર્ટમાં જણાવેલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સ્વરછ ભારત અભિયાન ઘણું ઝડપથી આગળ વધી રહ્યું છે જેમાં લાખો લોકોના જીવનને સારા બનાવવા માટે મૂળભૂત સ્વરછતાની સુવિધા ઝડપથી પહોચાડવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે હાલ દુનિયાભરના ૨.૩ અરબ લોકો શૌચાલયની સુવિધાથી વંચિત છે જેમાં અડધાથી વધારે લોકોને ખુલ્લામાં શૌચ કરવું પડે છે.