Not Set/ દુનિયામાં પ્રથમ વખત મૃત મહિલાના ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટથી થયો બાળકીનો જન્મ

બ્રાઝીલ મેડીકલના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મૃત મહિલાનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ એક મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. મેડીકલન ઈતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે અને આ ઘટના બ્રાઝીલની છે. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ દુનિયાની અસક્ષમ મહિલાઓ માટે નવી ઉમ્મીદ લઈને આવ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશન સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ બ્રાઝીલમાં સાઓ પાઉલોમાં કરવામાં […]

Top Stories World Trending
10584348 3x2 દુનિયામાં પ્રથમ વખત મૃત મહિલાના ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટથી થયો બાળકીનો જન્મ

બ્રાઝીલ

મેડીકલના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મૃત મહિલાનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ એક મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. મેડીકલન ઈતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે અને આ ઘટના બ્રાઝીલની છે.

ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ દુનિયાની અસક્ષમ મહિલાઓ માટે નવી ઉમ્મીદ લઈને આવ્યું છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશન સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ બ્રાઝીલમાં સાઓ પાઉલોમાં કરવામાં આવ્યું હતું અને વર્ષ ૨૦૧૭ના રોજ ડીસેમ્બર મહિનામાં બાળકીનો જન્મ થયો હતો.

ગર્ભાશયની સમસ્યાને લીધે દત્તક લેવાની કે સરોગેટ માં ની સેવાનો આશરો લેવો પડતો હતો.

તમને જણાવી દઈએ કે ડોનર દ્વારા મળેલ ગર્ભાશયની મદદથી બાળકના જન્મની ઘટના સૌ પ્રથમ વર્ષ ૨૦૦૪માં સ્વીડનમાં થઇ હતી.

Five doctors wearing scrubs and hairnets chat in the busy corridor of a hospital.

ત્યારબાદ આ જ રીતે બીજા ૧૦ બાળકોનો જન્મ કરાવવામાં આવ્યો હતો. આ મામલે ડોકટરને ચેક કરવું હતું કે મૃત મહિલાના ગર્ભાશયનો ઉપયોગ કરીને આ જ કામ થઇ શકે છે કે નહી.

૩૨ વર્ષીય મહિલાને ગર્ભાશયની સમસ્યા હતી. ગર્ભાશયનું દાન કરનારી મહિલા ૪૫ વર્ષની હતી. હેમરેજને કારણે તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ ઓપરેશનની મદદથી તેનું ગર્ભાશય કાઢી દેવામાં આવ્યું અને બીજી મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

આ ઓપરેશન ૧૦ થી પણ વધારે કલાક ચાલ્યું હતું.ડોનરના ગર્ભાશયને આ મહિલાની ધમની, શિરા અને સ્નાયુ સાથે જોડવામાં આવ્યું.

મહિલાનું શરીર આ નવા અંગનો અસ્વીકાર ન કરે તે માટે તેને ૫ અલગ પ્રકારની દવા આપવામાં આવી હતી. મહિલાને નિયમિત રીતે માસિક આવ્યું હતું. સાત મહિના પછી ફર્ટીલાઈઝડ એગ્સનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. દસ દિવસ બાદ ડોકટરે ખુશખબરી આપી હતી કે મહિલા ગર્ભવતી છે.

મહિલાની ગર્ભાવસ્થા પણ સામાન્ય રહી હતી. આશરે ૩૬ અઠવાડિયા પછી ૨.૫ કિલો વજનની સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. ત્રણ દિવસ બાદ માં-દીકરીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.