Not Set/ ચીન, પાકિસ્તાન પર સીધો હુમલો કરી શકે તેવી બેલાસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ 

નવી દિલ્હી, ભારતે આજે સવારે 5000 કિમીની રેન્જ ધરાવતી મિસાઈલ, ચીન અને પાકિસ્તાન પર સીધો હમલો કરી શકે અને સાથે અનેક હથિયારો લઇ જવા માટે સક્ષમ એવી બેલાસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-5‘ નું સફળ પરીક્ષણ કર્યું છે. આજે સવારે 9.53 વાગે ઓડિશાના કિનારે આવેલા અબ્દુલ કલામ ટાપુ પરથી ઇન્ટર કોન્ટિનેન્ટલ 5000 કિમીની રેન્જ ધરાવતી સરફેસ ટુ સરફેસ ન્યુક્લિયર કેપેબલ બેલાસ્ટિક મિસાઇલ ‘અગ્નિ-5’ નું પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. We have successfully launched nuclear capable […]

Top Stories
Agnijan18 ચીન, પાકિસ્તાન પર સીધો હુમલો કરી શકે તેવી બેલાસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ 

નવી દિલ્હી,

ભારતે આજે સવારે 5000 કિમીની રેન્જ ધરાવતી મિસાઈલ, ચીન અને પાકિસ્તાન પર સીધો હમલો કરી શકે અને સાથે અનેક હથિયારો લઇ જવા માટે સક્ષમ એવી બેલાસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-5‘ નું સફળ પરીક્ષણ કર્યું છે.

આજે સવારે 9.53 વાગે ઓડિશાના કિનારે આવેલા અબ્દુલ કલામ ટાપુ પરથી ઇન્ટર કોન્ટિનેન્ટલ 5000 કિમીની રેન્જ ધરાવતી સરફેસ ટુ સરફેસ ન્યુક્લિયર કેપેબલ બેલાસ્ટિક મિસાઇલ ‘અગ્નિ-5’ નું પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

અગ્નિ-5 મિસાઇલની ઊંચાઇ 17 મીટર અને વ્યાસ 2 મીટર છે. તેનું વજન 50 ટન છે. તે દોઢ ટન સુધી પરમાણુ હથિયારને લઇ જવા માટે સક્ષમ છે. આ મિસાઈલની સ્પીડ અવાજની ગતિ કરતા 24 ગણી વધારે છે.

આ વિશે ભારતના સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમને કહ્યું હતું કે, આજે આપને ન્યુક્લિયર સક્ષમ એવી બેલાસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું છે. અગ્નિ-5 અનેક હથિયારો લઇ જવા માટે સક્ષમ છે. પરમાણુ ક્ષમતાથી સજ્જ આ મિસાઇલની રેન્જમાં આખું ચીન અને પાકિસ્તાન આવી જશે.