ગુજરાત/ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુદત વધારી, જાણો કઈ તારીખ હશે અંતિમ ?

નવેમ્બર માસ દરમિયાન મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Others
palasva 2 મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુદત વધારી, જાણો કઈ તારીખ હશે અંતિમ ?
  • 5 ડિસેમ્બર સુધી મતદાન સુધારણા કાર્યક્રમ ચાલશે
  • 30 નવેમ્બર મતદાન સુધારણા પૂર્ણ થયો હતો
  • ચૂંટણી પંચ દ્વારા 5 દિવસ લંબાવવામાં આવ્યા
  • 5 ડિસેમ્બર સુધી મતદાર યાદીમાં સુધારા થઈ શકશે

નવેમ્બર માસ દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તા.૧-૧-૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવાનો મતદાર તરીકે પોતાનુ નામ નોધાવી શકે અને જેને મતદાર કાર્ડમાં સુધારા કરવા હોય તેને અનુલક્ષી આ શરૂ કરવામાં આવી હતી. જેની મુદ્દત આગામી ૫ મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

મતદાર યાદી માં નામ નોંધણી કે ફેરફાર માટે ઓનલાઇન સુવિધાનો ઉપયોગ પણ કરી શકાય છે. અથવા બી.એલ.ઓ નો સંપર્ક કરીને પણ સુધારા વાદધારા કરી શકાય છે.

આગામી પાંચ ડિસેમ્બર સુધી બીએલઓ લોકોના ઘરે ઘરે જઈને સર્વે હાથ ધરશે અને જે લોકોના મૃત્યુ થયા છે તેઓના નામ કમી કરાવવાની કામગીરી પણ કરવામાં આવશે. યુવાઓએ પોતાનું નામ નોંધાવવા કે સરનામું કે અન્ય વિગતો માટે સ્થાનિક બીએલઓનો સંપર્ક કરવા જણાવાયું છે. હજુ પણ મતદાર તરીકે પોતાની નોંધણી કરાવવામાં બાકી હોય એવા તમામ તેમજ મતદાર ઓળખપત્રમાં રહેલી ક્ષતિ અને સરનામાને આ ઝુંબેશમાં સુધારા માટે આ છેલ્લી તક છે.

સમગ્ર નવેમ્બર માસમાં મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે ૨૮,૮૬૮ અરજીઓ, મતદારયાદીમાંથી નામ કમી કરવા ૧૪,૫૦૦ અરજીઓ, મતદારયાદીમાં રહેલા નામમાં સુધારા માટે ૧૬,૧૬૭ અને એક જ વિધાનસભા મતવિસ્તારમાં સ્થળાંતર માટે ૧૫૧૨ અરજીઓ એમ કુલ ૬૧,૦૪૭ અરજીઓ મળી હતી. આ ઝુંબેશ દરમિયાન ૧૮-૧૯ વયજુથના ૧૬,૩૫૬ નવા મતદારોએ ફોર્મ

ઓનલાઈન નામ નોંધાવી ‘મતદાર’ બની શકો છો?

ઓનલાઈન મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે મોબાઈલ એપ ઉપરાંત www.voterportal.eci.in અથવા www.nsvp.in પર પણ મતદાર યાદીમાં નામ નોંધાવી મતદાર બનવાની સાથે જ વોટર આઈડીમાં જરૂરી સુધારા પણ કરી શકો છો.

ઓનલાઇન નામ નોંધાવવા માટે જો આધાર કાર્ડમાં યોગ્ય સરનામું યોગ્ય હોય તો અન્ય કોઈ પુરાવાની જરૂર રહેતી નથી. અન્યથા બીજો કોઈ સરનામાંનો પુરાવો અપલોડ કરવાનો રહેશે. તેમજ હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પરથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકો છો.

આસ્થા / આપણે પાછલા જન્મની વાતો કેમ ભૂલી જઈએ છીએ… આ છે કારણો છે

વાસ્તુ ટિપ્સઃ /  ઘરમાં લક્ષ્મી નથી ટકતી કે પછી પ્રગતિમાં મુશ્કેલી આવે છે, તો ધ્યાનમાં રાખો આ વાસ્તુ ટિપ્સ

હિન્દુ ધર્મ / ચંદનની માળાથી મંત્રનો જાપ કરવાથી મળે છે શુભ ફળ, ગળામાં પહેરો છો તો આ વાતોનું ધ્યાન રાખો