Not Set/ ભારતમાં રેપની ઘટના બાદ ખુલ્લે આમ ફરનારા આરોપીની દુનિયાના દેશોમાં શું હાલત થાય છે, જુઓ માત્ર એક ક્લિક પર

ઉત્તરપ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં માત્ર ૮ વર્ષની માસૂમ બાળકી સાથે કરાયેલા ગેંગરેપની ઘટનાને કારણે દેશ વધુ એકવાર શરમજનક બાબતમાં મુકાયો છે. આ ઘટનાને લઇ દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને વધુ એકવાર ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ની નિર્ભયાકાંડની યાદગીરી અપાવી છે. હાલ દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી રેપની ઘટનાઓમાં નોધપાત્ર વધારો થયો છે. પરંતુ આ […]

World
oooooo ભારતમાં રેપની ઘટના બાદ ખુલ્લે આમ ફરનારા આરોપીની દુનિયાના દેશોમાં શું હાલત થાય છે, જુઓ માત્ર એક ક્લિક પર

ઉત્તરપ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં માત્ર ૮ વર્ષની માસૂમ બાળકી સાથે કરાયેલા ગેંગરેપની ઘટનાને કારણે દેશ વધુ એકવાર શરમજનક બાબતમાં મુકાયો છે. આ ઘટનાને લઇ દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને વધુ એકવાર ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ની નિર્ભયાકાંડની યાદગીરી અપાવી છે.

હાલ દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી રેપની ઘટનાઓમાં નોધપાત્ર વધારો થયો છે. પરંતુ આ ચકચારી ઘટનાઓમાં આરોપીઓ પોતે ખુલેઆમ ફરતા હોય છે અને આશાનીથી બચી જાય છે જયારે પીડિતાની જિંદગી અંધારામાં ઘૂમ થઇ જાય છે. ત્યારે હવે સવાલો ઉભા થયા છે કે આપના દેશમાં આ જાલિમોને બચાવવા માટે યોગ્ય કાયદાઓ શા માટે બનાવવા આવ્યા નથી તેમજ ક્યારે આ નરાધમોના મનમાં કાયદાનો ખૌફ જોવા મળશે.

૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ની રાજધાની દિલ્લીમાં થયેલા નિર્ભયાકાંડ ઘટના બાદ સખ્ત કાયદો અને સજા પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ આ સ્તિથી હજુ જૈશે થે બની રહી છે.

જો કે આપના દેશમાં રેપના નરાધમો આશાનીથી બચી જાય છે પરંતુ દુનિયાના કેટલાક દેશોમાં આ ચકચારી ઘટના અંગે એવા કાયદાનું પાલન કરવામાં આવે છે તે જાણીને તમે પણ ચોંકી શકો છો.

ઈરાન :

ઈરાનને હંમેશા દુનિયામાં આરોપીઓને આકરી અને સખ્ત સજાના એલાન માટે જાણવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈરાનમાં મોટા ગુનાઓમાં મોતની સજા ફટકારવામાં આવતી હોય છે. આ ઉપરાંત છેડછાડ, જાતિય શોષણના મામલાઓમાં દોરડા મારવાની સજા છે.  

સાઉદી અરબ :

સાઉદી અરબમાં કોઈ પણ વ્યક્તિ કોઈ મહિલા કે બાળકીનો રેપ કરવા માટે એક વાર નહિ સો વાર વિચારતો હોય છે કારણ કે આ દર્દનાક ઘટનાના આરોપીને રસ્તા કે ચોક વચ્ચે ઉભા રાખીને તેને પથ્થરોથી પીટવામાં આવતો હોય છે.

ગ્રીસ :

ગ્રીસમાં રેપની ઘટનાઓમાં સજા અલગ રીતથી કરવામાં આવતી હોય છે. જ્યારે ગ્રીસમાં કોઈ શારીરિક શોષણ, જાતિય સતામણી, જાનથી મારી નાખવાની ધમકી આપી સેક્સ કરવું એ રેપ માનવામાં આવે છે.

ગ્રીસમાં આ આરોપીઓને જેલમાં બંધ કરીને સખ્ત સજા કરવામાં આવે છે તેમજ આ આરોપીઓને જાનવરોની જેમ બંધક બનાવીને રાખવામાં આવે છે.

ચીન :

ચીન એક એવો દેશ છે જ્યાં રેપના આરોપમાં આરોપીઓને ટુંક જ સમયમાં સજા ફટકારવામાં આવતી હોય છે. ચીનમાં રેપની સજાના રૂપમાં કેપિટલ પનિશમેન્ટના નિયમ મુજબ સજા ફટકારવામાં આવે છે.

યુએઈ :

સંયુક્ત આરબ અમીરાતમાં રેપના મામલાઓમાં ખુબ જલ્દી સજા ફટકારવામાં આવતી હોય છે. યુએઈમાં આરોપ જો કોઈ જાતીય સતામણી સાથે જોડાયેલો હોય છે ત્યારે માત્ર ૭ દિવસની અંદર જ મોતની સજા ફટકારવામાં આવે છે.

મિસ્ત્ર :

મિસ્ત્રમાં પણ રેપની ઘટના માટે મોતની સજા ફટકારવામાં આવે છે. મિસ્ત્રમાં બળત્કાર કરનારા આરોપીને સીધા જ ફાંસી પર લટકાવી દેવામાં આવતા હોય છે.

અફગાનિસ્તાન :

અફગાનિસ્તાન એક મુસ્લિમ દેશ છે ત્યારે અહિયાં પણ આરોપીને સીધા જ મોતની સજા ફટકારવામાં આવતી હોય છે. કહેવામાં આવતું હોય છે કે, અફગાનિસ્તાનમાં આરોપીને ચાર દિવસની અંદર જ માથામાં ગોળી મારવામાં આવતી હોય છે.