અમદાવાદ/ શ્રેય હોસ્પિટલમાં અગ્નિ કાંડ કેસમાં તપાસ નિવૃત જસ્ટિસ ડે.એ.મહેતાને સોપાઈ

આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજ ની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરવામાં આવી હતી. હવે આ કેસની તપાસ નિવૃત જસ્ટિસ ડે.એ.મહેતાને સોપાઈ છે.

Ahmedabad Gujarat
godhara 19 શ્રેય હોસ્પિટલમાં અગ્નિ કાંડ કેસમાં તપાસ નિવૃત જસ્ટિસ ડે.એ.મહેતાને સોપાઈ

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગત 6 ઑગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનામાં કમનસીબે કોરોનાના 8 દર્દીઓના મૃત્યુ થયાં હતાં. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજ ની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરવામાં આવી હતી. હવે આ કેસની તપાસ નિવૃત જસ્ટિસ ડે.એ.મહેતાને સોપાઈ છે.

નોધનીય છે કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની સમગ્ર ઘટનાની ત્વરિત તપાસ માટે અગાઉ ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્યસચિવ મુકેશ પુરીની તપાસ સમિતિ નિયુક્ત કરવામાં આવી હતી. આ બંને વરિષ્ઠ અધિક મુખ્ય સચિવોએ તેમની તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કર્યો હતો.

સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ અનિવાર્ય છે. જેના અનુસંધાને, હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિશન ઑફ ઇન્ક્વાયરી એક્ટ, 1952 હેઠળ તપાસ પંચની રચના કરવામાં આવી હતી.  જેના અધ્યક્ષપદે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજ ની નિમણૂક કરવામાં આવી હતી. જેના સ્થાઈ હવે તપાસ નિવૃત જસ્ટિસ ડે.એ.મહેતાને સોપાઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…