Union Budget/ બજેટ ભાષણની 30 મિનિટમાં રોકાણકારોએ કર્યો 1.80 લાખ કરોડનો ફાયદો

સવારે 11 વાગ્યે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે સંસદમાં બજેટ ભાષણ શરૂ કર્યું કે, તરત જ શેર બજારના રોકાણકારોએ તેના અડધા કલાકમાં 1.80 લાખ કરોડની આવક કરી લીધી

Union budget 2024 Trending Business
sensex market up બજેટ ભાષણની 30 મિનિટમાં રોકાણકારોએ કર્યો 1.80 લાખ કરોડનો ફાયદો

સવારે 11 વાગ્યે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે સંસદમાં બજેટ ભાષણ શરૂ કર્યું કે, તરત જ શેર બજારના રોકાણકારોએ તેના અડધા કલાકમાં 1.80 લાખ કરોડની આવક કરી લીધી. સોમવારે બજેટ ભાષણના અડધા કલાકની અંદર, બીએસઈનું માર્કેટ કેપિટલાઈઝેશન સોમવારે વધીને રૂ. 187.89 લાખ કરોડ થયું છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના બજેટ ભાષણમાં સ્વાસ્થ્ય સંભાળ, ઓટો ક્ષેત્રની અનેક ઘોષણાઓએ શેર બજારને વેગ આપ્યો. બજેટ ભાષણ શરૂ થયાના ત્રીસ મિનિટમાં બેંચમાર્ક સૂચકાંકોમાં આશરે બે ટકાનો વધારો થયો છે. 

Stock Market Latest Updates: Indices end 3-day losing streak, Sensex up 167  points, Nifty above 8,850; Bharti Airtel at record high - Business News ,  Firstpost

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સોમવારે કહ્યું હતું કે કોવિડ -19 રોગચાળાને નાથવા માટે સરકારના સ્વનિર્ભર ભારતના 27.1 લાખ કરોડના પેકેજે માળખાકીય સુધારાને વેગ આપ્યો છે. સીતારામને રૂ. 64,180 કરોડના ખર્ચ સાથે સામાન્ય બજેટમાં સ્વાવલંબન આપતા આરોગ્ય કાર્યક્રમો રજૂ કરવાની દરખાસ્ત કરી હતી. તેમણે કહ્યું કે આ રાષ્ટ્રીય આરોગ્ય મિશન ઉપરાંત હશે. નાણાં પ્રધાને એમ પણ કહ્યું હતું કે ભારતમાં બે કોવિડ -19 રસીઓ છે અને બીજી બીજી રસી ટૂંક સમયમાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારે ગરીબ વર્ગના ફાયદા માટે તેના સંસાધનોમાં વધારો કર્યો છે.

આપને જણાવી દઇએ કે, ભારતીય શેરબજારે બજેટને વધાવ્યું અને  

        • શેરબજારની બજેટને તેજીવાળી સલામી
        • માર્કેટમાં આવ્યો 2314 પોઇન્ટનો વિક્રમી ઉછાળો
        • સેન્સેક્સ તેજી સાથે 48,600 પર બંધ થયો
        • નિફ્ટીમાં પણ વિક્રમી ઉછાળો નોંધાયો
        • નિફ્ટીમાં 14281 પોઇન્ટની રેકોર્ડબ્રેક તેજી
        • બજેટના દિવસે સૌથી વધારે તેજીનો વિક્રમ
        • BSEમાં મોટાભાગના સેક્ટર ગ્રીન ઝોનમાં

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…