Not Set/ IPL 2019: રસેલનું ઓલરાઉન્ડ પ્રદર્શન, કોલકાતાએ પંજાબને 28 રને હરાવ્યું

કોલકાતા, કોલકાતાના ઇડન ગાર્ડન પર રમાયેલી આઇપીએલની છઠ્ઠી મેચમાં કોલકાતાના રોબિન ઉથ્થપા, નીતિશ રાણા અને આંદ્રે રસેલની આક્રમક બેટિંગના જોરે કોલકતાએ કિંગ્સ ઇલેવન પંજાબને 28 રને હરાવીને આઇપીએલમાં પોતાની સતત બીજી જીત નોંધાવી છે. આંદ્રે રસેલને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઇડન ગાર્ડનમાં રમાયેલી આ મેચમાં કોલકાતાએ ટોસ […]

Uncategorized
KKR KXP 2 IPL 2019: રસેલનું ઓલરાઉન્ડ પ્રદર્શન, કોલકાતાએ પંજાબને 28 રને હરાવ્યું

કોલકાતા,

કોલકાતાના ઇડન ગાર્ડન પર રમાયેલી આઇપીએલની છઠ્ઠી મેચમાં કોલકાતાના રોબિન ઉથ્થપા, નીતિશ રાણા અને આંદ્રે રસેલની આક્રમક બેટિંગના જોરે કોલકતાએ કિંગ્સ ઇલેવન પંજાબને 28 રને હરાવીને આઇપીએલમાં પોતાની સતત બીજી જીત નોંધાવી છે. આંદ્રે રસેલને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ઇડન ગાર્ડનમાં રમાયેલી આ મેચમાં કોલકાતાએ ટોસ હારીને પહેલી બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 218 રન ફટકાર્યા હતા, 219 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબે  20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને માત્ર 190 રન કરી શકતા 28 રને મેચ હાર્યું હતું. પંજાબ તરફથી મયંગ અગ્રવાલે 58 રન તેમજ ડેવિડ મિલરે સર્વાધિક 59 રન નોંધાવ્યા હતા જ્યારે કોલકાતા તરફથી આંદ્રે રસેલે બે વિકેટ તેમજ પીયૂષ ચાવલા અને લોકી ફર્ગ્યૂસને 1-1 વિકેટ ઝડપી હતી.

કોલકાતાના 219 રનના વિશાળ સ્કોર સામે પંજાબની શરૂઆત નિરાશાજનક રહી હતી. પંજાબે શરૂઆતમાં જ કેએલ રાહુલની વિકેટ ગુમાવી હતી. તે માત્ર 1 જ રન બનાવી શક્યો હતો. ત્યારબાદ ગેલ અને અગ્રવાલે મેચને સંભાળ્યો હતો જો કે આંદ્રે રસેલે પાંચમી ઓવરમાં આક્રમક બેટ્સમેન ગેલને પેવેલિયન ભેગો કર્યો હતો. બન્ને બેટ્સમેન વચ્ચે બીજી વિકેટ માટે 26 રનોની ભાગીદારી થઇ હતી. પંજાબે 15 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી હતી. પંજાબ તરફથી મયંકે 58 તેમજ મિલરે 59 રનનો સ્કોર નોંધાવ્યો હતો. મયંક અને મિલર વચ્ચે 74 રનની ભાગીદારી થઇ હતી.

પહેલા બેટિંગ માટે ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સના ઓપનર સુનિલ નરેન અને ક્રિસ લીનની જોડીએ શાનદાર શરૂઆત કરી હતી, જો કે ત્રીજી ઓવરમાં કોલકાતાએ પહેલી વિકેટ ગુમાવી હતી. પહેલી વિકેટ માટે બન્ને ખેલાડીઓ વચ્ચે 34 રનની ભાગીદારી થઇ હતી.

ક્રિસ લિન બાદ સુનિલ નરેન પણ પેવેલિયન ભેગા થયા હતા. નરેને 9 બોલમાં 24 રન ફટકાર્યા હતા.
ત્યારબાદ પીચ પર આવેલા રોબિન ઉથપ્પા અને નીતિશ રાણાની જોડીએ સ્કોરને 150 સુધી પહોંચાડ્યો હતો. જો કે 14.3 ઓવર દરમિયાન વરુણ ચક્રવતીએ લોન્ગ ઓફમાં મયંક અગ્રવાલના હાથોમાં રાણાને કેચ આઉટ કરાવ્યો હતો. નીતીશ રાણાએ 34 બોલમાં 2 ચોક્કા અને 7 છક્કાથી 63 રન ફટકાર્યા હતા. કોલકાતાના રોબિન ઉથપ્પા, નીતિશ રાણા અને આંદ્રે રસેલની વિસ્ફોટક બેટિંગથી કોલકાતાએ કિંગ્સ ઇલેવન પંજાબને 219 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

કોલકાતાની ટીમ: ક્રિસ લિન, સુનિલ નારાયણ, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, નીતિશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટ્ન/ વિકેટકીપર), આન્દ્રે રસલ, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન અને ક્રિષ્ના પ્રસિદ્ધ

પંજાબની ટીમ: રવિચંદ્રન અશ્વિન (કેપ્ટ્ન), લોકેશ રાહુલ(વિકેટકીપર), ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, ડેવિડ મિલર, સરફરાઝ ખાન, મંદીપસિંહ, એન્ડ્રુ ટાય, વરુણ ચક્રવર્તી, હાર્દસ વીજલોઈન, મોહમ્મદ શમી