Not Set/ IPL 2020 ને લઇને આવ્યા સારા સમાચાર, આ તારીખથી થઇ શકે છે શરૂ

કોરોનાવાયરસનાં કારણે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ટી 20 લીગ આઇપીએલ 2020, આ વર્ષે તેના નિશ્ચિત સમયે ન થઇ શકી. શિડ્યુલ મુજબ, આઈપીએલ 29 માર્ચથી યોજાવાની હતી, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે આઈપીએલ ક્યારે શરૂ થશે. ભારતમાં કોરોનાવાયરસનાં વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને ઘણા નિષ્ણાંતો માની રહ્યા છે કે ટૂંક સમયમાં આઇપીએલ […]

Uncategorized
0a71d54b9423cc6220c7878f393a31fa IPL 2020 ને લઇને આવ્યા સારા સમાચાર, આ તારીખથી થઇ શકે છે શરૂ

કોરોનાવાયરસનાં કારણે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ટી 20 લીગ આઇપીએલ 2020, આ વર્ષે તેના નિશ્ચિત સમયે ન થઇ શકી. શિડ્યુલ મુજબ, આઈપીએલ 29 માર્ચથી યોજાવાની હતી, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે આઈપીએલ ક્યારે શરૂ થશે.

ભારતમાં કોરોનાવાયરસનાં વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને ઘણા નિષ્ણાંતો માની રહ્યા છે કે ટૂંક સમયમાં આઇપીએલ થવાની સંભાવના નથી. આ દરમિયાન આઈપીએલની સંભવિત તારીખ જાહેર થઈ છે. ઇનસાઇડ સ્પોર્ટ્સ વેબસાઇટ અનુસાર, બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી 26 સપ્ટેમ્બરથી 8 નવેમ્બરની વચ્ચે આઈપીએલનું આયોજન કરવા માંગે છે. બીસીસીઆઈ છેલ્લા કેટલાક દિવસોથી સતત ફ્રેન્ચાઇઝી માલિકો સાથે વાત કરી રહી છે.

જો કે, આ ત્યારે જ શક્ય છે જ્યારે ઓક્ટોબરમાં ટી-20 વર્લ્ડ કપ રદ્દ કરવામાં આવે. આઈસીસીની 10 મી જૂને મળેલી બેઠકમાં વર્લ્ડ કપ રદ્દ કરવાનો નિર્ણય એક મહિના માટે મુલતવી રાખવામાં આવ્યો છે. બીસીસીઆઈ ઇચ્છે છે કે ટી ​​20 વર્લ્ડ કપ કોઈપણ રીતે રદ્દ કરવામાં આવે જેથી આઇપીએલનું આયોજન થઈ શકે. ભારતનાં ઘરેલુ ક્રિકેટ કેલેન્ડરની મેચ પણ ઓગસ્ટ પછી શરૂ થતી હોવાથી બીસીસીઆઈનાં અધિકારીઓએ આઈપીએલ ફ્રેન્ચાઇઝી સાથે વાત કરતા પહેલા આ મામલે વિવિધ રાજ્યોનાં ક્રિકેટ સંગઠનો સાથે વાત કરી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.