IPL 2020/ ટૂર્નામેન્ટમાં ધવને બનાવ્યો શાનદાર રેકોર્ડ, નથી બનાવી શક્યો કોઇ અન્ય ખેલાડી….

આઈપીએલ 2020 ની 38 મી મેચમાં શિખર ધવને આઈપીએલમાં તે કરી બતાવ્યુ, જે આજ સુધી કોઈ અન્ય બેટ્સમેને કર્યું નથી. ધવન પાસે આઈપીએલમાં સતત બે સદી ફટકારવાનો વિશેષ રેકોર્ડ છે,

Top Stories Sports
a 78 ટૂર્નામેન્ટમાં ધવને બનાવ્યો શાનદાર રેકોર્ડ, નથી બનાવી શક્યો કોઇ અન્ય ખેલાડી....

આઈપીએલ 2020 ની 38 મી મેચમાં શિખર ધવને આઈપીએલમાં તે કરી બતાવ્યુ, જે આજ સુધી કોઈ અન્ય બેટ્સમેને કર્યું નથી. ધવન પાસે આઈપીએલમાં સતત બે સદી ફટકારવાનો વિશેષ રેકોર્ડ છે, આ પહેલા કોઈ પણ બેટ્સમેને આવુ પ્રદર્શન કર્યું નથી. પંજાબ સામે રમાયેલી મેચમાં ધવને 61 દડામાં 106 રનની ઝડપી ઇનિંગ રમી હતી અને ટીમને સન્માનજનક સ્કોર પર પહોંચાડ્યું હતું. તેની શાનદાર ઇનિંગ્સ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ધવને આ સદીની તુલના તેણે તેની ટેસ્ટ ડેબ્યૂમાં રમેલી ઇનિંગ સાથે કરી હતી.

શિખરે મેચ બાદ કહ્યું, ‘આજે એવું બન્યું છે કે કોઈ પણ બેટ્સમેન મારી સાથે ટકીને ન રમી શક્યો. મેં આ મેચમાં એક છેડો સંભાળવાની જવાબદારી લીધી અને તેની સાથે જ મેં ખરાબ બોલને બાઉન્ડ્રીથી બહાર પહોંચાડવાનો પ્રયાસ કર્યો. મને યાદ છે કે મેં મારી ટેસ્ટ ડેબ્યૂમાં આટલો શાનદાર સ્કોર કર્યો હતો. મેં સંપૂર્ણ રેસ્ટ લીધો હતો અને આ મેચ માટે એકદમ તરોતાજા હતો. અમે તે વાત પર ચર્ચા કરીશું કે અમે ક્યાં સારું કરી શકીએ છીએ. અમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સતત સારો દેખાવ કર્યો છે અને આ હારને કારણે, અમે અમારા મનોબળને તૂટવા દઇશુ નહી અને મજબૂત રીતે પાછા ફરીશું.

ધવન આઈપીએલનો પહેલો બેટ્સમેન છે જેણે સતત બે મેચમાં બે સદી ફટકારી છે, આ પહેલાં કોઈ પણ બેટ્સમેને આ સિધ્ધિ મેળવી નથી. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેને આ મેચથી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 101 રનની અણનમ ઇનિંગ રમી હતી. ધવને આ સિઝનમાં અત્યાર સુધીમાં 10 મેચમાં 149.09 નાં સ્ટ્રાઇક રેટથી 465 રન બનાવ્યા છે, જે દરમિયાન તેણે બેટિંગમાં બે સદી અને બે અડધી સદી ફટકારી છે. પંજાબ સામેની હાર છતા, દિલ્હી કેપિટલ્સની ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.