Not Set/ IPL: RCB માટે પ્લેઓફમાં પહોંચવા આજે કરો યા મરોનો જંગ, પંજાબ સામે ટકરાશે

 બેંગ્લોર આઇપીએલ 12 માં દરેક ટીમ વચ્ચે પ્લેઓફમાં પહોંચવા માટેની ટક્કર જામી છે ત્યારે સતત મુશ્કેલીનો સામનો કરી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાનમાં ઉતરશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીતની હેટ્રિકના ઇરાદા સાથે ઉતરશે ત્યારે બીજી તરફ દિલ્હીથી મળેલી હારને ભૂલાવીને પંજાબ આ મેચમાં વિજયીરથ દોહરાવવા માટે ઉતરશે. બેંગ્લોરે ગત […]

Sports
RCB VS KXIP 12345 IPL: RCB માટે પ્લેઓફમાં પહોંચવા આજે કરો યા મરોનો જંગ, પંજાબ સામે ટકરાશે

 બેંગ્લોર

આઇપીએલ 12 માં દરેક ટીમ વચ્ચે પ્લેઓફમાં પહોંચવા માટેની ટક્કર જામી છે ત્યારે સતત મુશ્કેલીનો સામનો કરી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાનમાં ઉતરશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીતની હેટ્રિકના ઇરાદા સાથે ઉતરશે ત્યારે બીજી તરફ દિલ્હીથી મળેલી હારને ભૂલાવીને પંજાબ આ મેચમાં વિજયીરથ દોહરાવવા માટે ઉતરશે. બેંગ્લોરે ગત મેચમાં પંજાબને હરાવ્યું હોવાથી તેઓનો આત્મવિશ્વાસ આસમાન પર છે.

શું છે બન્ને ટીમના સમીકરણ

બેંગ્લોર માટે પ્લેઓફમાં પહોંચવા માટે આ મેચ કરો યા મરોનો જંગ બની રહેશે. કારણ કે આજે બેંગ્લોરની હાર તેને પ્લેઓફની હરીફાઇમાંથી બહાર ફેંકી દેશે. પંજાબના ખાતામાં હજુ સુધી માત્ર 10 અંક હોવાથી તેના માટે પણ આગળ કપરાં ચઢાણ છે. બેંગ્લોર સામે આજે પંજાબ હારે છે તો પંજાબે પ્લેઓફમાં સ્થાન બનાવવા માટે આગામી 3 માંથી 2 મેચમાં વિજય હાંસલ કરવો પડશે.

ગત મેચમાં બેંગ્લોરે પંજાબને મ્હાત આપી હતી જેને કારણે બેંગ્લોરનું મનોબળ મક્કમ બન્યું છે. તે મુકાબલામાં એબી ડિવિલયર્સે 59 અને વિરાટ કોહલીએ 67 રન બનાવ્યા હતા. આ બન્ને બેટ્સમેન તેના દમદાર પરફોર્મન્સને ચાલુ રાખવા માટે કટિબદ્વ રહેશે. જો કે ટીમે તેના બોલિંગ પ્રદર્શનને વધુ મજબૂત બનાવવાની આવશ્યકતા છે.

બેંગ્લોર: વિરાટ કોહલી (સૂકાની), પાર્થિવ પટેલ, એબી ડિવિલયર્સ, કોલિન ડી ગ્રૈંડહોમ, ઉમેશ યાદવ, યુઝવેંદ્ર ચહલ, મોઇન અલી, શિમરોન હેટમાયર, શિવન દુબે, મોહમ્મદ સિરાઝ, નવદીપ સૈની, દેવદત્ત પલ્લીકલ, હિમ્મત સિંહ, મિલિંદ કુમાર, ગુરકીરત સિંહ માન, હેનરિત ક્લાસેન, પવન નેગી, વોશ્ગિંટન સુંદર, અક્ષદીપ નાથ, પ્રયાસ રાય બર્મન, કુલવંત ખેજરોલિયા, ટિમ સાઉદી.

પંજાબઃ આર.અશ્વિન(કેપ્ટન), લોકેશ રાહુલ(વિકેટ કિપર), ક્રિસ ગેઈલ, મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, મુજીબ ઉર રહમાન, કરૂણ નાયર, ડેવિડ મિલર, મનદીપ સિંહ, સૈમ કરન, એન્ડ્રૂ ટાય, મુરૂગન અશ્વિન, મોહમ્મદ શામી, મોઈસેસ હેનરિક્સ, વરૂણ ચક્રવર્તી, હરપ્રીત બરાર, સિમરન સિંહ, નિકોલસ પૂરન, હાર્ડુસ વિલજોએન, અંકિત રાજપૂત, અર્શદીપ સિંહ, દર્શન, અગ્નિ અયાચી.