Not Set/ IPS ની પુત્રીની છેડતી કરનાર આરોપી ઝડપાયો, અરોપી અન્ય IPS ને ત્યાં ઘરઘાટી હતો

અમદાવાદઃ લો ગાર્ડન વિસ્તારમાં આવેલા સમર્પણ ટાવરમાં રહેતા આઇપીએસની પુત્રી પર શારીરિક છેડતી કરનાર આરોપીની બી ડિવિઝનના એસીપીએ ઘરપકડ કરી છે. આરોપી અન્ય ટાવરમાં આવેલા  આઇપીએસ અધિકારીને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો. બે દિવસ પહેલા આરોપી આઇપીએસ અધિકારીના ઘરે ચોરીને અંજામ આપવા માટે આવ્યો હતો. ત્યારે આઇપીએસના પત્ની રાત્રે અચાનક જાગી જતા આ અંગેની […]

Gujarat
url 1 IPS ની પુત્રીની છેડતી કરનાર આરોપી ઝડપાયો, અરોપી અન્ય IPS ને ત્યાં ઘરઘાટી હતો

અમદાવાદઃ લો ગાર્ડન વિસ્તારમાં આવેલા સમર્પણ ટાવરમાં રહેતા આઇપીએસની પુત્રી પર શારીરિક છેડતી કરનાર આરોપીની બી ડિવિઝનના એસીપીએ ઘરપકડ કરી છે. આરોપી અન્ય ટાવરમાં આવેલા  આઇપીએસ અધિકારીને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતો હતો.

બે દિવસ પહેલા આરોપી આઇપીએસ અધિકારીના ઘરે ચોરીને અંજામ આપવા માટે આવ્યો હતો. ત્યારે આઇપીએસના પત્ની રાત્રે અચાનક જાગી જતા આ અંગેની જાણ પોલીસ કમિશ્નરને કરવામાં આવી હતી. ત્યારે આરોપી રંગે હાથ જડપાઇ ગયો હતો.

આઈપીએસ સતિષ વર્માની 15 વર્ષીય પુત્રી પર ગત નવેમ્બર મહિનાની 29મી તારીખના મોડી રાતે હુમલો થયો હતો. આ હુમલામાં સગીરાને સામાન્ય ઈજા થતા તેને વી. એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં લઈ ગયા બાદ થોડી સારવાર પછી આ મુદ્દે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના પગલે આટલા મહિના પછી પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.

આ આરોપી અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. તે સમર્પણ ટાવરમાં અન્ય આઈપીએસના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતો હોવાની જાણ મળી છે.