National/ IPS અતુલ કરવાલે સંભાળ્યો NDRFનો ચાર્જ

ગુજરાત કેડરના 1988 બેચના IPS અધિકારી અતુલ કરવાલનો NDRFના વડાના પદને અસ્થાયી ધોરણે એટલે કે DG તરીકેનો કાર્યકાળ બે વર્ષ લંબાવવામાં આવ્યો છે.

Top Stories India
અતુલ કરવાલ ips-officer-atul-karwal-took-over-as-director-general-of-ndrf
  • IPS અતુલ કરવાલે સંભાળ્યો NDRFનો ચાર્જ
  • SN પ્રધાન પાસેથી લીધો DG તરીકેનો ચાર્જ
  • કરવાલને NDRFના ડાયરેક્ટર જનરલ બનાવાયા
  • 1988ની બેચના અધિકારી છે અતુલ કરવાલ
  • IPS એકેડમી ડાયરેક્ટર તરીકેનો વધારાનો હવાલો

ગુજરાત કેડરના IPS અધિકારી અતુલ કરવાલે સોમવારે દિલ્હીમાં સત્ય નારાયણ પ્રધાન પાસેથી NDRFના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. એસએન પ્રધાન હવે NCBના ડાયરેક્ટર જનરલનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યા છે અને અતુલ કરવાલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદનો વધારાનો હવાલો પણ ધરાવી રહ્યા છે. આ હવે અતુલ કરવાલની જવાબદારીમાં વધારો થયો છે. આ તરફ ગત મંગળવારે અતુલ કરવાલને NDRFના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આદેશ મુજબ, ગુજરાત કેડરના 1988 બેચના IPS અધિકારી અતુલ કરવાલનો NDRFના વડાના પદને અસ્થાયી ધોરણે એટલે કે DG તરીકેનો કાર્યકાળ બે વર્ષ લંબાવવામાં આવ્યો છે.

અગાઉ ગયા અઠવાડિયે મંગળવારે, ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ અધિકારીઓ શીલ વર્ધન સિંહને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના વડા તરીકે અને અતુલ કરવલને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શીલ વર્ધન સિંહ બિહાર કેડરના 1986 બેચના આઈપીએસ અધિકારી છે અને હાલમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે પોસ્ટેડ છે.

ઉત્તર પ્રદેશ / લગ્નની કંકોતરીને ચઢ્યો રાજકીય રંગ, કાર્ડ પર લખ્યું, -કામ બોલે છે