OMG!/ ઇરાની કાયદો..દીકરીએ જ પોતાની માતાને આપી ફાંસી

મહિલાની દિકરીએ પોતાની માતાને ફાંસી આપવાની ઇચ્છા વ્યક્ત કરી…

Trending
faasi ઇરાની કાયદો..દીકરીએ જ પોતાની માતાને આપી ફાંસી

કાયદો  – ઇસ્લામના કાયદાઓ સખ્ત હોય છે એ આપણે સાંભળ્યુ છે પરંતુ એક સજા તો એવી સાંભળવા મળી કે જે રુંવાડા ઉભા કરી દે તેવી છે.  આંખના બદલામાં આંખ, ચોરી કરનારના હાથ કાપવા જેવી ઇત્યાદી સજા સાંભળી છે.  તેમા એક ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇરાનમાં એક મહિલાને ફાંસીની સજા મળી હતી. મહિલા પર આરોપ હતો કે તેણે પોતાના પતિની હત્યા કરી હતી. જયારે ફાંસી આપવાનો સમય આવ્યો ત્યારે મહિલાની દિકરીએ પોતાની માતાને ફાંસી આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી,અદાલતે તેની ઇચ્છાને મંજૂર રાખી હતી.

ઇરાની કાયદા અનુસાર   આરોપી મહિલા મરિયમ કરીમીને પોતાની દિકરીએ સેન્ટ્રલ જેલમાં ફાંસી પર લટકાવી દીધી હતી. ફાંસી પર લટકાવતા પહેલા મહિલા ઘણા  વર્ષોથી જેલમાં બંધ હતી.

દિકરીએ ફાંસી આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી

રિપોર્ટ અનુસાર મરિયમ કરીમી પર આરોપ હતો કે તેણે પોતાના પતિની હત્યા  કરી દીધી હતી, મરિયમનો પતિ તેને માનસિક ત્રાસ આપતો હતો અને તલાક પણ આપતો ન હતો. મરિયમની દિકરીએ પોતાના પિતાની હત્યા માટે મા ને માફ કરવાની ના પાડી દીધી. એટલું જ નહિ પરતું તેણે મૃત્યુના બદલામાં આપવામાં આવતા પૈસા પણ સ્વીકાર્ય  નહિ અને પોતે જ માતાને ફાંસી પર લટકાવશે તેવી પ્રબળ ઇચ્છા વ્યક્ત કરી હતી.

કિયાસ કાયદાની જાેગવાઇ

કિયાસ કાયદા પ્રમાણે પીડિતોના સંબધોને જ્યારે પણ સજા આપે ત્યારે ત્યાં ઉપસ્થિત રહેવાની મંજૂરી આપે છે. ઘણા કિસ્સામાં તો તેમને જ સજા આપવાની તક પણ આપવામાં આવે છે જેમ કે મરિયમની દિકરીને પોતાની માતાને ફાંસીના માચડે ચઢાવી દેવાની મજૂરી મળી હતી ,આ કાયદા હેઠળ ઓછી ઉંમરના ગુનાખોરોને પણ મોતની સજા આપવાની જાેગવાઇ છે. મરિયમ કરીમીના કેસથી ફરી એક વખત ઇરાનના કટ્ટર કાયદાને લઇને એક ચર્ચા શરૃ થઇ ગઇ છે. માનવ અધિકારી સંગઠનોએ આ કાયદા વિષે ટીકા કરતાં કહ્યું કે આ ન્યાય નથી પરતું ક્રુરતા છે. મરિયમની દિકરીને વર્ષો સુધી એ શિખવાડવામાં આવ્યું કે તેની મા ગુનેગાર છે, માટે જ તે પોતાની માતાને માફ ના કરી શકી.