Not Set/ ઇરાકે દુનિયાને ઉદાહરણ બેસાડ્યું,300થી વધુ આતંકવાદીઓની આપી ફાંસીની સજા 

બગદાદ, ઈરાકની એક સ્થાનિક કોર્ટે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) સાથે સંકળાયેલ લગભગ ૩૦૦થી વધુ આતંકીઓને ફાંસીની સજા ફટકારી છે. ફાંસીની સજા મેળવનાર લોકોમાં કેટલાક વિદેશી નાગરીકોનો પણ સમાવેશ થાય છે. આજે ઉત્તર ઈરાકના મૌસુલ અને બગદાદની અલગ અલગ કોર્ટમાં અઆ કેસ ચલાવવામાં આવ્યા હતા. જેમાં તમામ આરોપીઓને આઈએસ સાથે સાંઠ ગાંઠ અને માનવવધના ગુનામાં […]

Top Stories World
iraq ઇરાકે દુનિયાને ઉદાહરણ બેસાડ્યું,300થી વધુ આતંકવાદીઓની આપી ફાંસીની સજા 
બગદાદ,
ઈરાકની એક સ્થાનિક કોર્ટે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) સાથે સંકળાયેલ લગભગ ૩૦૦થી વધુ આતંકીઓને ફાંસીની સજા ફટકારી છે. ફાંસીની સજા મેળવનાર લોકોમાં કેટલાક વિદેશી નાગરીકોનો પણ સમાવેશ થાય છે. આજે ઉત્તર ઈરાકના મૌસુલ અને બગદાદની અલગ અલગ કોર્ટમાં અઆ કેસ ચલાવવામાં આવ્યા હતા. જેમાં તમામ આરોપીઓને આઈએસ સાથે સાંઠ ગાંઠ અને માનવવધના ગુનામાં દોષિત જાહેર કરીને ફાંસીની સજા ફટકારી છે.
સુત્રોના જણાવ્યા મુજબ બગદાદમાં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી ૯૭ લોકોને ફાંસી આપવામાં આવી છે. જ્યારે ૧૮૫ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપીઓમાં મહિલા આતંકીઓનો પણ સમાવેશ થાય છે. મહિલા આરોપીઓને સજા સંભાળવવામાં આવી છે તે મોટાભાગે તુર્કી અને પૂર્વ સોવિયત સંઘના ગણરાજ્યોની નાગરીક છે. સુપ્રીમ જ્યુડીશીયલ કાઉન્સિલના પ્રવક્તા અબ્દેલ સતારે જણાવ્યુ હતું કે મૌસુલ નજીક એક કોર્ટે ૨૧૨ આતંકીઓને આજે ફાંસીની સજા ફટકારી છે. જ્યારે બગદાદમાં પણ કોર્ટે ૮૦થી વધુ લોકોને ફાંસીની સજા ફટકારી છે.
મહત્વનુ છે કે એક સમયે ખુંખાર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો બગદાદ ની ત્રણ ભાગની જમીન પર કબજા હતો. જાકે, ઈરાકે અત્યારે તમામ વિસ્તારો આઈએસના કબજામાંથી મુક્ત કરાવ્યા છે.