ચારધામ યાત્રા/ ગંગોત્રી, યમનોત્રી અને બદરી-કેદાર માટે થઇ જાઓ તૈયાર, આ રહ્યું IRCTCનું ટૂર પેકેજ, કિંમત અને બુકિંગ વિશે અહીં જાણો

ચારધામ યાત્રા કરવી એ અનેક લોકોનું સ્વપ્ન હોય છે અને આ યાત્રા ગરમીની મોસમમાં જ શરૂ થાય છે ત્યારે આ વખતે જે શ્રદ્ધાળુઓને ચારધામ યાત્રા કરવી છે તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) હિમાલયન ચાર ધામ યાત્રા -2021 (Char Dham Yatra)  માટે એક સુંદર પેકેજ તૈયાર […]

India
Chardham Yatra received 1.25 million budget for the preparations ગંગોત્રી, યમનોત્રી અને બદરી-કેદાર માટે થઇ જાઓ તૈયાર, આ રહ્યું IRCTCનું ટૂર પેકેજ, કિંમત અને બુકિંગ વિશે અહીં જાણો

ચારધામ યાત્રા કરવી એ અનેક લોકોનું સ્વપ્ન હોય છે અને આ યાત્રા ગરમીની મોસમમાં જ શરૂ થાય છે ત્યારે આ વખતે જે શ્રદ્ધાળુઓને ચારધામ યાત્રા કરવી છે તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) હિમાલયન ચાર ધામ યાત્રા -2021 (Char Dham Yatra)  માટે એક સુંદર પેકેજ તૈયાર કર્યું છે. આ પેકેજ હેઠળ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન કરાવવામાં આવશે.

10 03 2021 char dham yatra of himalyan 21447187 ગંગોત્રી, યમનોત્રી અને બદરી-કેદાર માટે થઇ જાઓ તૈયાર, આ રહ્યું IRCTCનું ટૂર પેકેજ, કિંમત અને બુકિંગ વિશે અહીં જાણો

IRCTCએ આ અંગે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં આપેલી જાણકારી અનુસાર 11 રાત 12 દિવસના ટૂર પેકેજનું ભાડું પ્રતિ વ્યક્તિ 43850 રુપિયા હશે. તો બે ધામ યાત્રા માટે 37800 રુપિયા ખર્ચ કરવા પડશે.

હરિદ્ધારથી યાત્રા કરનારા યાત્રીઓ માટે 40100 રુપિયા ચાર ધામ જ્યારે 34650 રુપિયા બે ધામ યાત્રા માટે ખર્ચ કરવા પડશે. ખાસ વાત એ છે કે કોરોના મહામારીના કારણે એક ગ્રુપમા ફક્ત 20 યાત્રીઓને ચાર ધામ યાત્રા માટે લઇ જવાશે. ટૂર પેકેજમાં થ્રી સ્ટાર હોટલ રહેવાની અને જમવાની વ્યવસ્થા સામેલ છે.

ચારધામ યાત્રાના બુકિંગ માટે IRCTCની વેબસાઇટ irctctourism.com નો સંપર્ક કરી શકો છો. યાત્રાને લગતી અન્ય જાણકારી માટે આઇઆરસીટીસી દ્ધારા જાહેર હેલ્પલાઇન નંબર 9717641764, 8287930908, 8287930909, 8595930981 અને 8287930910 પર સંપર્ક કરી શકાય છે.