Indian Railways/ IRCTC તેજસ એકસપ્રેસમાં મુસાફરી કરી રહેલા 544 મુસાફરોને એક લાખ રૂપિયાથી વધુ આપશે,જાણો વિગત

શુક્રવારે તેજસ એક્સપ્રેસ અલીગઢ અને ગાઝિયાબાદ વચ્ચે ધુમ્મસમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે ટ્રેન 12:25ના બદલે 2:19 વાગ્યે નવી દિલ્હી પહોંચી હતી

Top Stories India
railway 1 IRCTC તેજસ એકસપ્રેસમાં મુસાફરી કરી રહેલા 544 મુસાફરોને એક લાખ રૂપિયાથી વધુ આપશે,જાણો વિગત

શનિવારે હવામાનના કારણે તેજસની સ્પીડ પર બ્રેક લાગી હતી અને મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ  તેજસના પૈડા થંભી જતાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ ખિસ્સા ઢીલા કરવા પડ્યા છે.ઉલ્લેખનીય છે કે તેજસ એક્સપ્રેસ દ્વારા શુક્રવારે દિલ્હી અને લખનૌ વચ્ચે મુસાફરી કરનારા મુસાફરોને 250 રૂપિયા વળતર પેટે  મળશે. વાસ્તવમાં આ ટ્રેન લગભગ બે કલાકના વિલંબથી શુક્રવારે રાત્રે લખનૌ પહોંચી હતી. શુક્રવારે લગભગ 544 મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, જેના માટે તમામને વળતર મળશે.

IRCTC અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીથી લખનૌ તેજસ એક્સપ્રેસના દરેક યાત્રીને 250 રૂપિયા વળતર મળશે. ટ્રેનના વિલંબને કારણે IRCTCએ પ્રતિ મુસાફર અઢીસો રૂપિયાના દરે એક લાખ 36 હજાર રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. નવી દિલ્હીથી લખનૈા આવતી તેજસ એક્સપ્રેસ શુક્રવારે રાત્રે ધુમ્મસને કારણે બે કલાક મોડી પડી હતી, ટ્રેન 10 વાગ્યાને બદલે 12 વાગ્યે લખનૌ જંક્શન પહોંચી હતી. IRCTCના નિયમો અનુસાર, ટ્રેન મોડી થવા પર 100 પ્રતિ કલાક અને બે કે તેથી વધુ કલાક મોડી થવા પર વ્યક્તિ દીઠ 250 રૂપિયા.

શુક્રવારે તેજસ એક્સપ્રેસ અલીગઢ અને ગાઝિયાબાદ વચ્ચે ધુમ્મસમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે ટ્રેન 12:25ના બદલે 2:19 વાગ્યે નવી દિલ્હી પહોંચી હતી. બદલામાં તેજસ એક્સપ્રેસ નવી દિલ્હીથી સાંજે 4.59 કલાકે રવાના થઈ હતી. આ ટ્રેન નવી દિલ્હીથી 1:19 કલાકના વિલંબ સાથે ઉપડી હતી. પરંતુ કાનપુર પહોંચતા સુધી તે 2:44 કલાક અને લખનૌ જંકશન રાત્રે 12:55 કલાકે 2:50 કલાક મોડી પડી હતી. તમને જણાવી દઈએ કે IRCTC વળતર અરજી માટે તમામ મુસાફરોને તેમના ઈમેલ અને મોબાઈલ નંબર પર ક્લેમ રજિસ્ટ્રેશન લિંક મોકલશે.